બાવરી અને બબીતા ને ટક્કર આપે તેવી છે બાઘા ની પત્ની ! શું છે સાચું નામ? પરિવાર માં કોની સાથે રહે છે બાઘો જાણો.
છેલ્લા 14 વર્ષથી ભારત દેશમાં પ્રખ્યાત કોમેડી સીરીયલ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા આજે આખા ભારત દેશની લોકોની લોકપ્રિય સિરિયલ છે. તારક મહેતામાં આવતા કલાકારો લોકોનું ખૂબ મનોરંજન કરતા હોય છે. આ સીરીયલ વિદેશમાં જઈને પણ શૂટિંગ કરી ચૂકી છે અને ભારતના લગભગ બધા લોકોને આ સીરીયલ ખૂબ પ્રિય છે. આજે અમે તમને તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં આવતા કલાકાર બાધા વિશે જણાવવા જઈશું.
બાઘા પહેલા શું કરતો હતો તેના પરિવારમાં કોણ કોણ સભ્ય છે આ તમામ વિગતે વાત કરીશું. બાઘા નું સાચું નામ તન્મય વેકરીયા છે. તન્મય વેકરીયા ને સાચી ઓળખ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા માંથી મળેલી છે. તન્મય વેકરીયા તારક મહેતામાં આવતા પહેલા બેંકમાં નોકરી કરતો હતો. પરંતુ તેને એક્ટિંગનો શોખ હતો. આથી તે એક્ટિંગની દુનિયામાં આવ્યો. પહેલા ગુજરાતી ફિલ્મોમાં પણ કામ કરી ચૂક્યો છે અને હિન્દી ફિલ્મોમાં તેને પણ કામ કરેલું છે.
તન્મય વેકરીયા એ ચુપકે ચુપકે, યસ બોસ, ખીચડી, મણીબેન ડોટ કોમ જેવી લોકપ્રિય ફિલ્મો અને ટીવી સિરિયલોમાં કામ કરેલું છે. તન્મય વેકરીયા તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા સીરીયલમાં જુદા જુદા પાત્રોમાં જોવા મળ્યો છે. જે મા તે ટેક્સી ડ્રાઇવર, રીક્ષા ડ્રાઇવર, નિરીક્ષક અને શિક્ષકની ભૂમિકા ભજવેલી છે. પરંતુ સાચી ઓળખ તેને બાઘાના રૂપમાં મળી હતી.
તન્મય વેકરીયા ના પરિવાર ની વાત કરીએ તો તેની પત્નીનું નામ મિતસુ છે. તેની દીકરીનું નામ વૃષ્ટિ અને તેનો દીકરો જિશાન છે અને તે તેના બાળકો ભાઈ ભાભી તથા ભત્રીજી સાથે રહે છે. તન્મય વેકરીયા સોશિયલ મીડિયા ઉપર ખાસ એક્ટિવ રહે છે અને તે અવારનવાર પોતાની પરિવાર સાથેની તસવીરો શેર કરતા રહે છે. આમ તન્મય વેકરીયા આજે સુંદર જીવન જીવે છે. અને આજે તે લાખો રૂપિયા ની કમાણી પણ કરે છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!