ચાર દિવસ થી લાપતા બોલી ન શકનાર 5-વર્ષ ના માસુમ બાળક ને એવું મોત મળ્યું કે જાણી ને હૈયું કંપી ઉઠશે બાળક મળ્યો પણ,
રોજબરોજ મૃત્યુના અનેક કિસ્સાઓ સામે આવતા હોય છે. ક્યારેક એવા એવા કિસ્સા સામે આવતા હોય છે કે જેને સાંભળીને લોકોનું હૃદય કંપ ઉઠતું હોય છે. એવો જ એક કિસ્સો હાલ સામે આવ્યો છે. જેમાં પાંચ વર્ષના માસુમ બાળકને એવું મોત મળ્યું કે લોકોએ વિચાર્યું પણ ના હોય. આખી ઘટના પીલખુવાના નવરંગ પૂરી માંથી સામે આવી છે. 9 ડિસેમ્બરના રોજ બપોરના સમયે પાંચ વર્ષનો સહાદત નામનો છોકરો લાપતા થઈ ગયો હતો.
તેના પિતા યુસુફ અને પરિવારજનોએ બાળકની શોધ કરી ઘણા પ્રયત્નો કર્યા છતાં બાળક મળ્યો નહીં. આથી સહાદત ના પિતા એ પોલીસમાં રિપોર્ટ લખાવ્યો અને બાળક ગુમશુદા થઈ ગયો છે તેની જાણ કરી. પોલીસે પોતાના ચક્રો ગતિમાન કર્યા હતા. પરંતુ જાણવા મળ્યું કે સહાદત ના નાના નું ઘર તેની બાજુમાં આવેલા રામપુરા ગામમાં જ હતું. નાના નું ઘર નજીકમાં હોવાથી સહાદત ત્યાં અવારનવાર ચાલ્યો જતો હતો.
સહાદતના પિતા અને સહાદતના નાના બંને ચાદરો ધોવાનું કામ કરતા હતા. સોમવારે થયું એવું કે યુસુફ ચાદર પર બાંધેલી ગાંઠો છોડી રહ્યો હતો. ત્યારે તેને ત્યાં બાજુમાં સહાદત પડેલો જોવા મળ્યો હતો. સહાદતને પડેલો જોઈને પિતા યુસુફની તો ચીખો જ ફાટી ગઈ હતી અને કરુણ આક્રંદ સાથે રડવા લાગ્યો હતો. બાદમાં પરિવારજનોએ એકઠા થઈને પાંચ વર્ષના સહાદતને હોસ્પિટલમાં ખસેડ્યો હતો.સહાદતની ટૂંકી સારવાર થઈ અને ત્યારબાદ તેને મોત મળ્યું હતું.
જાણવા મળ્યું કે પાંચ વર્ષનો સહાદત બોલી શકતો ન હતો એટલે કે મૂંગો હતો .અનુમાન લગાવવામાં આવેલું છે કે 9 ડિસેમ્બરના રોજ સહાદત તેના નાના ના ઘરે ગયો હશે ત્યારે ત્યાં પડેલી ચાદરોના ઢગલા ઉપર સહાદત સુઈ ગયો હશે. કોઈને ખ્યાલ રહ્યો નહીં હોય અને તેના ઉપર ચાદરનો ઢગલો કરી દેવામાં આવ્યો હશે. સહાદત ચાદરોના ઢગલા નીચે દબાઈ ગયું હશે.
સહાદત બોલી શકતો ન હોવાને કારણે તે ચીખો પણ પાડી શક્યો નહીં હોય અને શ્વાસ રૂંધાવવા લાગ્યો હશે અને અંતે બાળકને મોત મળ્યું હશે. આમ આ આખી ઘટના સામે આવી હતી. પરિવારજનોમાં બાળકના મોતને લઈને કરુણ શોક નું મોજું ફરી વળ્યું હતું. બાળકને જે મોત મળ્યું તે સાંભળીને ભલભલા લોકો ધ્રુજી ગયા છે. આમ આવી ઘટના સામે આવતા ભારે ચકચાર મચી જવા પામી હતી.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!