સુરત- 5-વર્ષ ના પુત્ર ને માતા એ ઉતારી દીધો મોત ને ઘાટ ! પુત્ર ની હત્યા કરી માતા એ એવું કર્યું કે જાણી ને ધ્રુજી ઉઠશે.
રોજબરોજ સમાજમાંથી હત્યા આત્મહત્યાના કિસ્સાઓ સામે આવતા રહે છે. ક્યારેક પૈસાની લેતી દેતીમાં, પ્રેમ પ્રકરણમાં એકબીજાની હત્યા કરી દેવામાં આવતી હોય છે. તો કેટલાક લોકો આત્મહત્યા પણ કરી લેતા હોય છે. સુરત જિલ્લામાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. જેમાં એક માતાએ લગ્નના 11 વર્ષ બાદ તેના પાંચ વર્ષના દીકરાની હત્યા કરી નાખી. દીકરાની હત્યા કર્યા બાદ માતાએ પણ આપઘાત કરી લીધો હતો.
આ ઘટના વધુ વિગતે જાણીએ તો સુરત જિલ્લાના વેર રોડ વિસ્તારના અખંડ આનંદ કોલેજ પાસે આવેલી શિવ છાયા સોસાયટીના પ્રમુખ એપાર્ટમેન્ટમાં રહેતા રાકેશ ઝાંઝમેરા કે જે કલાકાર તરીકે કામ કરે છે અને પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે. તે તેની પત્ની સાથે અને તેના બે બાળકો સાથે એપાર્ટમેન્ટમાં રહે છે. જાણવા મળ્યું કે પતિ પત્ની વચ્ચે છેલ્લા લાંબા સમયથી ઝઘડો ચાલી રહ્યો હતો. પતિ-પત્ની વચ્ચે અવારનવાર ઝઘડાઓ થતા હતા.
આથી પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું કે પતિ પત્ની વચ્ચેના ઝઘડાને લઈને પત્નીએ આવેશમાં આવીને પહેલા તેના નાના પાંચ વર્ષના દીકરા દેવાંગના ગળાફસો આપી અને તેની હત્યા કરી નાખી અને બાદમાં માતાએ પણ આપઘાત કરી લીધો હતો. આ સમગ્ર મામલાની જાણ પોલીસને થતા પોલીસ તાત્કાલિક દોડી આવી હતી અને માતા પુત્રની લાશને પીએમ અર્થે હોસ્પિટલે ખસેડી દીધી હતી અને મૃતક માતા ઉપર દીકરાના હત્યાનો ગુનો નોંધવામાં આવ્યો હતો.
અને વધુ તપાસ હાથ ધરી હતી. પરિવારના માથે આવી મહામુસીબત આવી પડતા પરિવાર દુઃખના દરિયામાં ગરકાવ થઈ ગયો છે. ચોકાવનારી ઘટના સામે આવતા આજુબાજુના વિસ્તારમાં ભારે ચકચાર મચી જવા પામી હતી. આવી ઘટના રોજબરોજ આવવી સામાન્ય થઈ ચૂકી છે. લોકો નાની એવી વાતોમાં આવું મોટું પગલું ભરી લેતા હોય છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!