સગાઇ બાદ લોકલાડીલા ખજુરભાઈ તેની મંગેતર મીનાક્ષી દવે સાથે કરી રહ્યા છે કંઈક આવી મજા,,જુઓ તસવીરો.
ગુજરાત માં એક યુવાન વ્યક્તિ કે જે ગરીબોની મદદ માટે ખૂબ જ ફેમસ છે તે વ્યક્તિ એટલે ખજૂર ભાઈ. ખજૂર ભાઈ નું સાચું નામ નીતિન જાની છે. ખજૂર ભાઈ હાલના સમયમાં સોશિયલ મીડિયા ઉપર અંગત જીવનને લઈને ચર્ચા નો વિષય બન્યા છે. કારણ કે ખજૂર ભાઈએ એટલે કે લોકલાડીલા નીતિનભાઈ જાની એ તેના જીવન સાથી ની શોધ કરી લીધી છે. નીતિનભાઈ જાની એ મીનાક્ષી દવે નામની યુવતી સાથે સગાઈ કરી લીધી છે.
મીનાક્ષી દવેની વાત કરીએ તો મીનાક્ષી દવે એક સિંગર છે. એક સમયે મીનાક્ષી દવેને કોઈ ખાસ એવું ઓળખતું હતું નહીં. પરંતુ ખજૂર ભાઈ સાથે સગાઈ થતાં જ મીનાક્ષી દવે રાતોરાત સ્ટાર બની ચુકી છે. હાલમાં મીનાક્ષી દવે એ તેના instagram એકાઉન્ટ પર તેના અનેક ખજૂર ભાઈના કેટલાક ફોટાઓ શેર કર્યા છે. આ તસવીરો શેર થતાની સાથે જ સોશિયલ મીડિયા ઉપર ખજૂર ભાઈ ના આ ફોટાઓને લોકો ખૂબ પસંદ કરી રહ્યા છે.
ખજૂર ભાઈ તેની મંગેતર મીનાક્ષી દવે સાથે સ્ટારબકસ પર પહોંચ્યા હતા. સગાઈ બાદ પહેલીવાર ખજૂરભાઈ અને મીનાક્ષી દવે સાથે ફરવા ગયા હોય તેવું આ તસ્વીર માં જોવા મળે છે. આ તસ્વીરોમાં તમે જોઈ શકો છો તેમ બંને એકસાથે કોફી નો આનંદ માણી રહ્યા છે. બંનેના મોઢા ઉપર ખૂબ જ ખુશીની લાગણી જોવા મળે છે. એકબીજા પ્રત્યે ખૂબ જ પ્રેમ સંબંધ બંનેની આંખોમાં જોવા મળે છે. આ ફોટાઓ શેર થતા ખજૂર ભાઈના ચાહકો આ ફોટા ઉપર ખજૂર ભાઈને અને મીનાક્ષી દવેને શુભકામનાઓ પાઠવી રહ્યા છે.
મીનાક્ષી દવે સોશિયલ મીડિયા ઉપર ખૂબ એક્ટિવ રહે છે. તેને 9-નવેમ્બરના રોજ સગાઈની તસવીરો પોસ્ટ કરી હતી. પરંતુ ડિસેમ્બર મહિનામાં જ્યારે ખજૂર ભાઈએ સગાઈની તસવીરો પોસ્ટ કરી હતી ત્યારથી લોકોને ખ્યાલ આવ્યો હતો કે ખજૂર ભાઈ એ આ યુવતી સાથે સગાઈ કરી લીધી છે. આમ ખજૂર ભાઈ અને મીનાક્ષી દવે હવે એકબીજાના જીવન સંગીની બની ચૂક્યા છે.
ખજૂર ભાઈ ની વાત કરીએ તો ખજૂર ભાઈ આજે માત્ર ગુજરાતમાં જ નહીં ભારતમાં પણ ખૂબ ફેમસ છે. તે જ્યારે પણ રસ્તા ઉપર કોઈ ગરીબ વ્યક્તિ કે નિરાધાર વ્યક્તિને જોવે ત્યારે તેની મદદે દોડી જતા હોય છે અને ગરીબોની ખાસ એવી મદદ કરતા હોય છે. આમ આજના સમયમાં ખજૂર ભાઈ અને તેની મંગેતર મીનાક્ષી દવે સોશિયલ મીડિયા ઉપર લાઈમ લાઈટમાં છવાયેલા રહે છે. ચાહકો પણ ખજૂર ભાઈના ની સગાઈથી ખૂબ જ ખુશ થયેલા જોવા મળે છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!