આ છે નાની આલિયા ભટ્ટ ! કેસરિયા બાલમ પર આ બાળકી એ આપી આલિયા ભટ્ટ ને જોરદાર ની ટક્કર, જુઓ વિડીયો.
રોજબરોજ સોશિયલ મીડિયા ઉપર અનેક ડાન્સ ના વિડીયો વાયરલ થતા હોય છે. ખાસ કરીને યુવાનોના ડાન્સ કરતા નાના બાળકોના ડાન્સ ના વિડીયો લોકોને જોવા ખૂબ પસંદ હોય છે. થોડા સમય પહેલાં રણબીર કપૂર અને તેની પત્ની આલિયા ભટ્ટ નું બ્રહ્માસ્ત્ર મુવી આવ્યું હતું. જેનું એક ગીત કેસરિયા બાલમ લોકોના મોઢે અવારનવાર સાંભળવા જોવા મળે છે. લગ્ન પ્રસંગમાં પણ કેસરિયા બાલમ ગીત ધૂમ મચાવતું હોય છે.
હાલ એક નાની એવી બાળકી નો વિડીયો વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં જોવા મળે છે તેમ એક નાની છોકરી પોતાના ઘરે કેસરિયા બાલમ ઉપર એવો જબરદસ્ત ડાન્સ કરે છે કે તેને આલિયા ભટ્ટને પણ ટક્કર આપી દીધી. વીડિયોમાં જોવા મળે છે તેમ આ છોકરીના ઘરે પાછળના બેગ્રાઉન્ડ ઉપર ટીવીમાં કેસરિયા બાલમ ગીત શરૂ છે અને જેવા કપડા આલિયા ભટ્ટે ડાન્સમાં પહેર્યા હતા તેવા સેમ ટુ સેમ કપડા આ નાની છોકરી એ પહેરેલા છે.
અને કેસરિયા બાલમ ઉપર આલિયા ભટ્ટ જેવા સ્ટેપ્સ અને એક્સપ્રેશન આપે છે. તેના કરતાં પણ ચડિયાતા એક્સપ્રેસન અને સ્ટેપ આ છોકરી આપતી જોવા મળે છે. આલિયા ભટ્ટના દરેક સ્ટેપ્સની સાથે આ છોકરી પોતાના સ્ટેપ્સ કરે છે અને લોકોને આ વિડીયો જોવો ખૂબ પસંદ આવ્યો છે. આલિયા ભટ્ટને પણ ટક્કર આપે તેઓ આ ડાન્સનો વીડિયો જોઈને લોકો આ છોકરીના ખૂબ વખાણ કરી રહ્યા છે.
View this post on Instagram
અત્યાર સુધીમાં આ નાની એવી બાળકી નો વિડીયો લાખો લોકોએ જોઈ લીધો છે. આ વીડિયોને instagram ના પેજ ઉપર શેર કરવામાં આવેલો છે. લોકો આ નાની છોકરીને નાની આલિયા ભટ્ટ કહીને સંબોધિત કરી રહ્યા છે અને અવનવી કોમેન્ટો કરી રહ્યા છે. આ છોકરીએ ડાન્સ કરીને ખૂબ જ ધમાલ મચાવી દીધી છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!