અભિનેત્રી દેવોલિના એ કર્યો ધડાકો ! જિમ ટ્રેનર સાથે લગ્ન ના બંધન માં બંધાઈ વીંટી શોધવાની રસમ નો વિડીયો, જુઓ વિડીયો.
બીગ બોસ 13 ની સ્પર્ધક રહી ચૂકેલી દેવોલીના કે જે ટીવીની પ્રખ્યાત અભિનેત્રી છે. તેને હાલમાં લગ્ન કરી લીધા છે અને તેના સોશિયલ મીડિયાના એકાઉન્ટ ઉપર તેના લગ્નના વિડીયો અને તસવીરો પણ શેર કરેલી છે. વધુ વિગતે વાત કરીએ તો દેવોલિના એ શાહ નવાજ શેખ સાથે લગ્ન કરી લીધા છે. દેવોલિના ના પતિ શાહ નવાજ શેખની વાત કરવામાં આવે તો શાહનવાઝ શેખ ફિટનેસ ટ્રેનર છે.
તે સેલિબ્રિટીઓને એક્સરસાઇઝ પણ કરાવે છે. દેવોલીના અને શાહનવાઝ છેલ્લા ત્રણ વર્ષથી એકબીજાને ડેટ કરી રહ્યા હતા. બંનેએ કોર્ટ મેરેજ કરેલા છે. કારણ કે આંતર જ્ઞાતિ હોવાને કારણે દંપત્તિ એ લગ્ન માટે કાનૂની પદ્ધતિ અપનાવી છે. સોશિયલ મીડિયા પર ગોપી બહુ એટલે કે દેવોલીના લાલ કપડામાં મોઢા ઉપર મેકઅપ કરેલા અવતારમાં ખૂબ જ સુંદર લાગી રહી હતી.
દેવોલીના ના પતિને જોઈને સૌ કોઈ લોકો ચોકી ગયા છે. દેવોલિના ટીવીની ગોપી બહુ થી આજે પણ ભારતમાં પ્રખ્યાત છે. પોતાના instagram એકાઉન્ટ ઉપર કેટલાક વિડિયો પણ શેર કરેલા છે. જેમાં લગ્નની વિધિ બાદ પતિ પત્ની વીંટી શોધવાની રમત રમી રહ્યા છે. ઘરે આવીને બંને વચ્ચે વીંટી શોધવાની રમત ખૂબ જામે છે અને અંતે દેવોલીના તેમાં જીત હાંસલ કરે છે.
View this post on Instagram
આમ દેવોલીના એ તેના લાંબા સમયના બોયફ્રેન્ડ શાહ નવાજ શેખ સાથે લગ્નના બંધનમાં બંધાઈ ચૂકી છે. દેવોલીના અને તેના પતિના લગ્ન મુંબઈના લોનાવાલામાં એક ખાનગી સમારંભમાં થયા હતા. ચાહકો બંનેને શુભકામનાઓ પાઠવી રહ્યા છે અને તેના ફોટાઓને અત્યાર સુધીમાં ઘણા બધા લોકોએ જોઈ લીધા છે. અને ખુબ શેર કરી રહ્યા છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!