Gujarat

દિવસો ના દિવસો વીત્યા છતાં દેવાયત ખવડ ની ધરપકડ ના થતા ઈજાગ્રસ્ત યુવક ના પરિવારે આપી ચીમકી કે 48-કલાક,

Spread the love

ગુજરાતના લોક સાહિત્યકાર દેવાયત ખવડ હાલના દિવસોમાં ખાસ એવા ચર્ચાનો વિષય બન્યા છે. લોક સાહિત્યકાર દેવાયત ખવડે સાત ડિસેમ્બરના રોજ મયુરસિંહ રાણા નામના યુવાન ઉપર લોખંડના પાઇપ વડે હુમલો કર્યો હતો. દેવાયત ખવડ અને તેના બે સાગરિતો હાલમાં ફરાર થઈ ચૂક્યા છે. એવામાં દેવાયત ખવડ દ્વારા રાજકોટમાં આગોતરા જામીન અરજી કરવામાં આવી હતી.

દેવાયત ખવડ ઉપર રાજકોટના એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં હત્યાની કોશિશ કરવાના ગુના બદલ ફરિયાદ નોંધાઈ ચૂકી છે. પરંતુ દેવાયત ખવડ હજી સુધી પોલીસ પકડથી બહાર ફરી રહ્યા છે. એવામાં ઇજાગ્રસ્ત થયેલા મયુરસિંહ રાણા ના પરિવારજનો અને પિતરાઈ ભાઈઓ દ્વારા ખાસ એક પ્રેસ કોન્ફરન્સ નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પ્રેસ કોન્ફરન્સમાં મયુરસિંહભાઈ પ્રદિપસિંહ ઝાલા દ્વારા જણાવવામાં આવ્યું કે

દેવાયત ખવડને પોલીસ સાથે સાઠ ગાંઠ હોય પોલીસ દ્વારા હજુ સુધી દેવાયત ખવડ ની ધરપકડ કરવામાં આવી નથી. દેવાયત ખવડ માને છે કે પોલીસ તેના ખિસ્સામાં છે અને મયુરસિંહ રાણા ના પરિવાર દ્વારા ખાસ ચેતવણી આપવામાં આવેલી છે કે આગામી 48 કલાકમાં દેવાયત ખવડની ધરપકડ જો નહીં કરવામાં આવે તો એસપી કચેરી બહાર ગાંધીજી ચિંધ્યા માર્ગે વિરોધ પ્રદર્શન કરવામાં આવશે.

અને દેવાયત ખવડની જ્યાં સુધી ધરપકડ કરવામાં નહીં આવે ત્યાં સુધી ઉગ્ર આંદોલન પણ કરવામાં આવશે. આમ દેવાયત ખવડ બાબતે મયુર સિંહ રાણા ના પરિવાર દ્વારા હવે ઉગ્ર ચીમકી ઉઠાવવામાં આવેલી છે. મયુરસિંહ રાણાએ જણાવેલું છે કે દેવાયત ખવડ વિરુદ્ધ સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા પોલીસ મથકમાં પણ મારામારી, હુમલો, ધાકધમકી વગેરે જેવા કેસો હેઠળ ગુનાઓ નોંધાઈ ચૂક્યા છે. છતાં પણ હજુ સુધી કેસ પેન્ડિંગ અવસ્થામાં પડેલા છે.

આમ જુના કેસો પણ દેવાયત ખવડ ના પેન્ડિંગ અવસ્થામાં હોય એક વાતનો ખ્યાલ આવી જાય છે કે દેવાયત ખવડ અને પોલીસ વચ્ચે કંઈક સાઠગાંઠ થયેલી જોવા મળે છે. હવે જોવાનું રહ્યું કે રાજકોટ જિલ્લા સેશન્સ કોર્ટ તરફથી દેવાયત ખવડને આગોતરા જામીન બાબતે અરજીઓ મળે છે કે નહીં. સાત ડિસેમ્બર બાદ દેવાયત ખવડની ધરપકડ બાબતે પોલીસે તેના ગામ દુધઈમાં પણ તપાસ કરી હતી અને દેવાયત ખવડના રાજકોટના ઘર ઉપર તાળું મારેલું પોલીસને જોવા મળ્યું હતું.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *