ખજુરભાઈ ને કોઈ નો આંબે ! 9-દિવ્યાંગ ની વ્હારે પહોંચ્યા ખજુરભાઈ, 9-દિવ્યાંગ ને માતા-પિતા રાખે છે બાંધીને, જુઓ વિડીયો.
આપણા ગુજરાતમાં એક યુવાન વ્યક્તિ નીતિનભાઈ જાની કે જેઓ ગુજરાતમાં ખજૂર ભાઈ ના નામથી પ્રખ્યાત છે. નીતિન જાની એ હમણાં થોડા દિવસો પહેલા જ સગાઈ કરી લીધી છે. નીતિનભાઈ જાની રસ્તા ઉપર રખડતા ભટકતા અને ગુજરાતના છેવાડામાં રહેતા ગરીબ વ્યક્તિઓની મદદે પહોંચી જતા હોય છે અને તમામ નિરાધાર લોકોને તમામ સુવિધાઓ પૂરી પાડતા હોય છે.
ઘરથી માંડીને રાશન સુધીની સામગ્રી પૂરી પાડી દેતા હોય છે. હાલમાં બન્યું એવું કે ગોંડલ શહેરમાં એક કાર્યક્રમમાં પહોંચેલા ખજૂર ભાઈ નો ભેટો એવા એક માજી સાથે થયો કે જેને જોઈને ખજૂર ભાઈને દયા આવી અને તેને તે માજીના ઘર નું કામકાજ કરવાનું ઉપાડી લીધું. વધુ વિગતે વાત કરીએ તો ગોંડલ શહેરમાં નવ મનો દિવ્યાંગ છોકરાની મદદ માટે નીતિનભાઈ જાની પહોંચી ગયા છે.
ગોંડલના એક કાર્યક્રમમાં જ્યારે નીતિનભાઈ જાની પહોંચ્યા હતા ત્યારે એક માજી તેમની પાસે આવ્યા અને તેને કહ્યું કે મારા નવ ગાંડા ને તમારી મદદની જરૂર છે. બસ નીતિનભાઈ જાનીએ આટલું સાંભળ્યું અને તે તે લોકોની મદદ માટે દોડી ગયા હતા. ત્યાં જતા નીતિનભાઈ જાની એ આખી વાત જાણી જાણવા મળ્યું કે એક ઘરમાં નવ મનોદિવ્યાંગ બાળકો રહે છે. તેમના માતા પિતા તેના તમામ બાળકોને બાંધીને રાખે છે.
કારણ કે તે પરિવારનું ઘર જ્યાં છે ત્યાં ઘરના આગળના ભાગે હાઇવે છે. તો ઘરના પાછળના ભાગે રેલ્વે લાઈન પસાર થાય છે. આમ આખો દિવસ અને ક્યારેક રાતના ગાળામાં પણ આ મનોદિવ્યાંગ બાળકો ત્યાં વયા જાય છે. આથી મનો દિવ્યાંગ બાળકોને માતા-પિતા બાંધીને રાખે છે. ખજૂર ભાઈ પાસે માજીએ જે મદદ માંગી તે ખજૂર ભાઈ તેને પૂરી કરવાની જવાબદારી પણ ઉઠાવી. ખજૂર ભાઈએ કહ્યું કે આ તેઓનું 228 નું ઘર હશે કે જેઓ તે પરિવારને બનાવી આપશે.
View this post on Instagram
આ ઉપરાંત એક સામાન્ય ગરીબ પરિવારની મદદ માટે ખજૂર ભાઈએ ગોંડલના લોકોને પણ કહ્યું હતું કે તે લોકો પણ આમાં સહભાગી થાય. ખજૂર ભાઈએ જણાવ્યું કે તેઓનો ટાર્ગેટ છે કે માત્ર 10 થી 12 દિવસમાં ત્રણ મકાન બનાવી દઈશું. આ માટે તેઓ એ રાત દિવસ કામ કરવાની પણ તૈયારી દર્શાવી હતી. તેઓ કહે છે કે તેઓને ત્રણ રૂમ, એટેચ ટોયલેટ બાથરૂમની વ્યવસ્થા કરી દઈશું અને ની બહાર કોઈ જઈ ન શકે તે માટે જાળી ની પણ વ્યવસ્થા કરી દેશે.
જેથી માતા પિતાને તેના નવ વૃદ્ધ બાળકોને બહાર ન જાય તેની કોઈ તકલીફ ના પડે. આમ ખજૂર ભાઈની આ એક અનોખી પહેલ સોશિયલ મીડિયા ઉપર ખૂબ વાયરલ થઈ રહી છે અને ખજૂર ભાઈની લોકો ખૂબ વાહ વાહ કરી રહ્યા છે. ખજૂર ભાઈ આવા અનેક કામો કરતા રહે છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!