1971 ના ભારત-પાક યુદ્ધ માં 30-પાકિસ્તાની દુશમનો ને ઠાર કરનાર ભૈરોનસિંહ ! માત્ર 120-સાથીદારો અને,
1997 ની બોલીવુડ ફિલ્મ બોર્ડર ઓન ધ ઈન્ડો પાક કે જેમાં સુનીલ શેટ્ટી અભિનેતા એ ભૈરોનસિંહ નો રોલ ભજવ્યો હતો. જેમાં ભૈરોનસિંહ ને શહિદ થતા દર્શાવવામાં આવ્યા હતા. ભૈરોનસિંહ ની વાત કરવામાં આવે તો ભૈરોનસિંહ 1971 માં જેસલમેર માં લોંગેવાલા પોસ્ટ પર બીએસએફની 14 મી બટાલિયન માં રહેલા હતા.
જ્યારે પાકિસ્તાનની સૈનિકોએ હુમલો કર્યો હતો ત્યારે બહાદુરી પૂર્વક તેની સામે લડ્યા હતા. ભૈરોનસિંહ ની વાત કરવામાં આવે તો ભારત પાકિસ્તાન બોર્ડર ઉપર લોંગેવાલા ચોકી પર તેમણે મેજર કુલદીપસિંહ ની 120 સૈનિકોની કંપની સાથે રાખીને પાકિસ્તાની ટેંકોનો નાશ કર્યો હતો અને દુશ્મનોને મારી નાખ્યા હતા. શેરગઢ ના સૂરમાં ભૈરોનસિંહે એમએફજી સાથે લગભગ 30 પાકિસ્તાની દુશ્મનોને મારી નાખ્યા હતા.
૧૯૯૭માં રિલીઝ થયેલી બોર્ડર ફિલ્મમાં સુનીલ શેટ્ટી એ રોલ ભજવ્યો હતો. જેમાં ભૈરોનસિંહ ની ભૂમિકા ખૂબ જ અદભુત પૂર્વક દર્શાવવામાં આવેલી હતી. તે મુવીને વાત કરતા કહ્યું હતું કે બોર્ડર ફિલ્મમાં તેનો રોલ બતાવ્યો તે એક ગર્વની વાત છે પરંતુ શહિદ તરીકેનું પાત્ર તે મુવીમાં ખોટૂ દર્શાવવામાં આવેલ છે. યુદ્ધમાં બહાદુરી પૂર્વક લડવા માટે તાત્કાલિક તે સમયના મુખ્યપ્રધાન બરકત તુલના ખાન દ્વારા ભૈરોનસિંહ ને મેડલ થી સન્માનિત કરવામાં આવ્યા હતા.
બીએસએફમાંથી ભૈરોનસિંહ 1987 માં નિવૃત્ત થયા હતા પરંતુ તેમને સૈન્ય સન્માનના રૂપમાં આપવામાં આવતા લાભો અને પેન્શન ભથ્થા મળતા હતા નહીં. આમ આપણા ભારતમાં આવા ઘણા બધા સૈનિકો કે જેઓએ પાકિસ્તાન સાથેના તમામ યુદ્ધમાં બહાદુરી પર્વક લડ્યા હોય તેવી કહાની આપણી સમક્ષ આવતી હોય છે. આપણા ભારતમાં ઘણા બધા લોકોનું નાનપણથી સપનું હોય છે કે તેઓ ભારતીય સેનામાં જોડાઈ અને દેશની રક્ષા માટે પોતાનું સર્વસ્વ ન્યોછાવરપણ કરી દેતા હોય છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!