આલિયા ભટ્ટ ની પુત્રી ના આગમન બાદ કરશે પ્રથમ ફિલ્મ ! જેમાં બૉલીવુડ ની અભિનેત્રી પ્રિયંકા અને કેટરીના,
કેટલાંક મહિનાઓ પહેલાં એવી જાહેરાત કરવામાં આવી હતી કે કેટરિના કૈફ, પ્રિયંકા ચોપરા અને આલિયા ભટ્ટ એક સાથે એક ફિલ્મમાં જોવા મળશે. આ અભિનેત્રીઓ ને ફિલ્મમાં એકસાથે જોવા માટે ચાહકો ખૂબ જ ઉત્સાહિત છે. આલિયા અને કેટરીનાના લગ્ન અને અન્ય ઘણા કારણોસર આ ફિલ્મ પર કામ શરૂ થયું નથી. હવે સમાચાર આવી રહ્યા છે કે આ ફિલ્મનું શૂટિંગ ટૂંક સમયમાં કરવામાં આવશે.
અને પ્રેગ્નન્સી ડિલિવરી પછી આલિયા ભટ્ટની આ પહેલી ફિલ્મ હશે. ચાલો જાણીએ આ ફિલ્મનું શૂટિંગ ક્યારે શરૂ થઈ શકે છે અને તેનું નામ શું છે. જણાવી દઈએ કે આ ફિલ્મનું નામ ‘જી લે ઝરા’ છે જેને ઝોયા અખ્તર પ્રોડ્યુસ કરી રહી છે. આ ફિલ્મમાં આલિયા ભટ્ટ સાથે કેટરિના કૈફ અને પ્રિયંકા ચોપરા કામ કરી રહી છે. ‘બ્રહ્માસ્ત્ર’ પ્રેગ્નન્સી પહેલા રણબીર કપૂર સાથે આલિયાની છેલ્લી ફિલ્મ હતી અને હવે પ્રેગ્નન્સી ડિલિવરી પછી તે ‘જી લે ઝરા’માં જોવા મળશે.
તમને જણાવી દઈએ કે આ ફિલ્મનું શૂટિંગ આવતા વર્ષની શરૂઆતમાં એટલે કે 2023માં શરૂ થશે. ઝોયા અખ્તરની ટીમ તમામ અભિનેત્રીઓ ની તારીખોનું સંકલન કરી રહી છે અને શૂટિંગ માટે શ્રેષ્ઠ સમય પસંદ કરવામાં વ્યસ્ત છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે ચાહકોમાં જેટલો ઉત્સાહ છે, ટીમ પણ એટલી જ ઉત્સાહિત છે. ટૂંક સમયમાં આ ફિલ્મની જાહેરાત પણ કરવામાં આવશે.
આમ અભિનેત્રી આલિયા ભટ્ટ ની પોતાની દીકરી રાહા ના આગમન પછી પહેલી ફિલ્મ તે બોલીવુડમાં કરશે. દર્શકો પણ આ ફિલ્મની રાહ જોઈને બેસેલા છે. એક ફિલ્મમાં બોલીવુડની પ્રખ્યાત અભિનેત્રીઓ એક સાથે જોવા મળતા ચાહકો માં ભારે આતુરતા જોવા મળી રહી છે. આલિયા ભટ્ટ અને રણબીર કપૂર આજના દિવસો માં પોતાની પુત્રી રાહા સાથે સમય પસાર કરતા જોવા મળે છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!