Gujarat

દેવાયત ખવડ અને તેના સાથીદારો ના રિમાન્ડ પુરા થતા આખરે કોર્ટે જેલ માં ધકેલવાનો આપ્યો આદેશ વાડી વિસ્તાર માં,

Spread the love

રાજકોટ શહેરના સર્વેશ્વર ચોકમાં રાજકોટના બિલ્ડર મયુરસિંહ રાણા ઉપર સાત ડિસેમ્બરના રોજ લોક સાહિત્યકાર દેવાયત ખવડે જાન લેવા હુમલો કર્યો હતો. દસ દિવસ સુધી ફરાર થયા બાદ દેવાયત ખવડ અને તેના બે સાથીદારો પોલીસ સમક્ષ હાજર થઈ ગયા હતા. પોલીસે દેવાયત ખવડ અને તેના ડ્રાઇવર હરેશ ઉર્ફે કાના રબારી અને કિશન કુંભારવાડિયા ની ધરપકડ કરી હતી. બાદમાં પોલીસે કોર્ટ સમક્ષ હાજર કરતા કોર્ટ સમક્ષ પોલીસે બે દિવસના રિમાન્ડ માંગ્યા હતા.

બે દિવસના રિમાન્ડ આજે પૂરા થવાના હતા. પરંતુ પોલીસે દેવાયત ખવડ વિરુદ્ધ વધુ રિમાન્ડની માંગણી કરી ન હોવાના કારણે આખરે કોર્ટે ત્રણેય લોકોને જેલ હવાલે કરવાનો આદેશ આપ્યો છે. આ ઉપરાંત આ ગુનામાં વપરાયેલા હથિયારો, આરોપીઓના કપડા અને કાર પણ પોલીસે કબજે કરી લીધી છે. દેવાયત ખવડ બાબતે જાણવા મળ્યું કે દેવાયત ખવડે મયુરસિંહ રાણા ઉપર જાન લેવા હુમલો કર્યા બાદ દેવાયત ખવડ અને અન્ય બે તેના સાથીદારો દેવાયત ખવડના મૂળ વતન માં આવેલી વાડી વિસ્તારમાં આશરો લીધેલો હતો.

તેમ દેવાયત ખવડે જણાવ્યું હતું. આ ઉપરાંત આરોપીઓએ તેનો મોબાઇલ પણ બંધ કરી નાખ્યો હતો. પરંતુ હાલ પ્રશ્ન એ ઉપસ્થિત થાય છે કે દેવાયત ખવડને શોધી રહેલી પોલીસે એમ કહ્યું હતું કે તેના મૂળ વતન દુધઈમાં પણ દેવાયત ખવડ ની શોધ કરવામાં આવી હતી. જો દેવાયત ખવડ તેના મૂળ વતન દુધઈમાં હતા તો શા માટે પોલીસ તેને પકડી પાડી ન હતી.

આમ આવા અનેક પ્રશ્નોના જવાબો હજુ પણ જોવા મળે છે. દેવાયત ખવડ અને મયુરસિંહ રાણા વચ્ચે જૂની અદાવત ને બાબતે દાજ રાખી આ આખી ઘટના ને અંજામ આપવામાં આવ્યો હતો. કેટલાક લોકો દેવાયત ખવડનો વિરોધ કરી રહ્યા છે. તો કેટલાક લોકો દેવાયત ખવડ નો સાથ પણ આપી રહ્યા છે. મયુરસિંહ રાણા ની સારવાર હોસ્પિટલમાં ચાલી રહી છે. આમ દેવાયત ખવડ અને તેના સાથીદારને હાલમાં જેલમાં ધકેલવામાં આવ્યા ના સમાચાર સામે આવી રહ્યા છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *