લો બોલો ! કરીના કપૂર ખાને તેના મોટા પુત્ર તૈમુર અલી માટે પ્રિ-બર્થડે ની શાનદાર પાર્ટી ગોઠવી, જુઓ તસ્વીર.
બોલીવુડના સ્ટાર કપલ કરીના કપૂર ખાન અને તેના પતિ સેફલી ખાન સમાચારોમાં હેડલાઈન બનાવતા રહે છે. કરીના કપૂર ખાને સેફઅલી ખાન સાથે લગ્ન કર્યા બાદ બંને ખૂબ જ ચર્ચા નો વિષય રહે છે. સેફલીખાન ની બીજી પત્ની એટલે કરીના કપૂર ખાન. સૈફ અલી ખાન અને કરીના કપૂર ખાનને બે બાળકો છે. જેમાં મોટો બાળક એટલે તૈમુર અલી ખાન અને નાનો બાળક એટલે જહાંગીર.
હાલમાં કરીના કપૂર ખાને તેના instagram એકાઉન્ટ ઉપર કેટલાક ફોટા શેર કરેલા છે. જાણવા મળ્યું કે કરીના કપૂર ખાનના મોટા દીકરા તૈમુર અલી ખાનનો 20 ડિસેમ્બર 2022 ના રોજ જન્મદિવસ આવવાનો છે અને તે 20 ડિસેમ્બરના રોજ તે છ વર્ષનો થવાનો છે. જન્મદિવસની પાર્ટી પહેલા દીકરા તૈમુર અલી ખાનના જન્મદિવસ અગાઉ પ્રિ બર્થ ડે નું આયોજન કર્યું હતું. જેની કેટલીક તસવીરો સામે આવી છે.
તસવીરોમાં જોઈ શકાય છે તેમ તેમુર અલી ખાન ખૂબ મસ્તી કરતો જોવા મળી રહ્યો છે. તૈમુર અલી ખાનના પ્રી બર્થ ડે નું આયોજન એક મોટા ગ્રાઉન્ડમાં કરવામાં આવ્યું હતું. જેમાં સ્ટેજને ખૂબ જ સુંદર રીતે શણગારવામાં આવેલું હતું. પાર્ટી ને સ્ટાર વોર થીમ ઉપર સજાવટ કરવામાં આવી હતી. જેમાં સ્ટાર વોર થીમ પાર્ટીમાં વાદળી, સફેદ, લીલા અને કાળા રંગના ફુગ્ગા વચ્ચે આખા સ્ટેજને શાનદાર બનાવવામાં આવ્યો હતું.
તેમુર અલી ખાન અને તેના મિત્રો એક ગ્રાઉન્ડમાં ખૂબ મસ્તી કરી રહ્યા ના ફોટા પણ વાયરલ થઈ રહ્યા છે. આ ઉપરાંત પાર્ટીને કંઈક અલગ બનાવવા માટે પાર્ટીમાં આર્ટિફિશિયલ રોબોટનો પણ ઉપયોગ કરવામાં આવ્યો હતો. તે બર્થ ડે પાર્ટીમાં અનોખી કેક પણ મંગાવવામાં આવી હતી. સ્ટાર વોર ની થીમ પર તૈયાર કરવામાં આવેલા સ્ટેજ ઉપર કરીના કપૂર ખાન તૈમુર અલી ખાનના દાદી બબીતા અને તૈમુર અલી ખાન કેક કાપતો જોવા મળે છે.
આમ કરીના કપૂર ખાને અને તેના પતિ સેફલીખાને પ્રિ બર્થ ડે પાર્ટીને ખૂબ જ અનોખી રીતે આયોજન કર્યું હતું. સેફઅલી ખાન તેની પત્ની કરીના કપૂર ખાન અને પુત્ર તૈમુર અલી ખાન ના ફોટા એક સાથે સોશિયલ મીડિયા ઉપર જોઈ શકાય છે. આ આ સ્ટાર કપલ કોઈને કોઈ વાતે સમાચારોમાં હેડલાઈન બનાવતા રહે છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!