અમદાવાદ- હિટ એન્ડ રન માં RSS ના સ્વયં સેવક નું કમકમાટી ભર્યું થયું મોત ! કાર ચાલકે પાર્ટી, જાણો વિગતે.
રોજબરોજ અકસ્માત થવાના અનેક કિસ્સાઓ સામે આવતા રહે છે. મોટા સિટીમાંથી ખાસ કરીને હિટ એન્ડ ની ઘટના ખૂબ બહોળા પ્રમાણમાં સામે આવે છે. અમદાવાદ શહેરમાંથી હિટ એન્ડ રનની ઘટના ફરી સામે આવી છે. જેમાં પાર્ટી કરી આવી રહેલા એક યુવાને આરએસએસના એક સ્વયંસેવકને અડફેટે લેતા સ્વયંસેવકનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું.
વધુ વિગતે વાત કરીએ તો અમદાવાદના બોપલ વિસ્તારમાં રહેતા સિનિયર સિટીઝન કાળુભાઈ રાખોલીયા જેવો રોજ સવારે આરએસએસની શાખામાં જાય છે. તેઓ વહેલી સવારે આરએસએસની શાખામાં નિત્યક્રમ કરવા જતા હતા. ત્યારે ઘુમા પાસે લાલ ગેબી આશ્રમ પાસેના ગ્રાઉન્ડમાં પહોંચ્યા ત્યારે અચાનક એક કાર આવી અને તેને અડફેટે લઈ લીધા હતા. કાર એટલી ઝડપે આવી હતી કે કાળુભાઈ ને ફંગોળાઈ ને ક્યાંય પટકાવી દીધા હતા.
અને તેમના પર કાર નું ટાયર ફરી વળ્યું હતું અને ત્યારબાદ કારચાલકનો કાબુ ન રહેતા કાર જાડી જાખરામાં પહોંચી ગઈ હતી. વહેલી સવારે લોકોને આ અકસ્માતની જાણ થતા બોપલ પોલીસ સ્ટેશન ના કર્મચારી ત્યાં પહોંચ્યા હતા અને કાળુભાઈ ને આરોગ્ય કેન્દ્રમાં ચકાસણી માટે લઈ જવામાં આવ્યા હતા. પરંતુ તે અગાઉ તેનું મોત થઈ ચૂક્યું હતું. ત્યારબાદ કાળુભાઈ ની લાશ ને પીએમ અર્થે સોલા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી.
જાણવા મળ્યું કે આ અકસ્માતમાં મયુર પટેલ નામના યુવાનનું નામ સામે આવ્યું છે. કારમાંથી દારૂની બોટલ અને પત્તાની કેટ પણ પોલીસને મળી આવી હતી. જાણવા મળ્યું કે જે ગાડી દ્વારા અકસ્માત સર્જવામાં આવ્યો હતો તે કાર માલિકનું નામ મયુર પટેલ જાણવા મળ્યું છે. પોલીસે કાર માલિકનું એડ્રેસ શોધીને તેના ઘરે પહોંચી હતી. પરંતુ કારચાલક તેના પરિવાર સાથે ઘરે તાળું મારીને ફરાર થઈ ગયો હતો.
હાલ પોલીસ તેના મોબાઈલ નંબર ઉપર ટ્રેસ કરીને તેને શોધી રહી છે. તેનો મોબાઈલ નંબર પણ બંધ આવી રહ્યો ના સમાચાર સામે આવ્યા છે. મયુર પટેલ નામના વ્યક્તિએ આ અકસ્માત કર્યા અગાઉ મિત્રો સાથે પાર્ટી કરી હોય તેના વિડીયો પણ સામે આવી રહ્યા છે અને તે પાર્ટીમાં મશગુલ હોય તેવું જોવા મળી રહ્યું છે. જેના કેટલાક ફોટા પણ વાયરલ થઈ રહ્યા છે. આમ એક નિર્દોષ વ્યક્તિનો જીવ જતા આ મામલે પોલીસે સઘન તપાસ હાથ ધરી હતી.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!