નવા સાસંદ ભવન ની આબેહૂબ પ્રતિકૃતિ સુરત ના કારીગરો એ 15-કિલો ગોલ્ડ-ચાંદી થી કરી તૈયાર, જુઓ તસવીરો.
આપણા ગુજરાતમાં આવેલું સુરત શહેર તેના હીરા અને ડાયમંડ માટે ખૂબ જાણીતું શહેર છે. મોટાભાગનું ડાયમંડને લગતું કામ સુરત શહેરમાં થાય છે. સુરત શહેરમાં અનેક કારીગરો હીરાના ઉદ્યોગ ધંધા સાથે સંકળાયેલા છે. અનેક મોટા મોટા બિઝનેસમેનો સુરતમાં વસવાટ કરે છે. સુરતમાં બનતા હીરા વિદેશમાં વહેંચવા માટે જતા હોય છે. જાણવા મળ્યું કે સુરત શહેરના સરસાણા ખાતે જેમ્સ એન્ડ જવેલરી મેન્યુફેક્ચરર એક્ઝિબિશન નું આયોજન 16 ડિસેમ્બર થી 18 ડિસેમ્બર સુધી કરાયું હતું.
આ એક્ઝિબિશનમાં અનેક પ્રતિકૃતિઓ આકર્ષણનું કેન્દ્ર હતું. આ ડાયમંડમાં કેટલીક પ્રતિકૃતિઓને હીરા, સોના, ચાંદી વગેરે જેવી કીમતી ધાતુઓથી બનાવીને એક્ઝિબિશનમાં મૂકવામાં આવ્યું હતું. આ એક્ઝેબિશનમાં સુરત જિલ્લાના મોટા મોટા ડાયમંડ જ્વેલરોએ ભાગ લીધો હતો. આ એક્ઝિબિશનમાં ભારતભરમાંથી ઘણા બધા રિટેલર અને હોલસેલરો ખરીદી માટે આવ્યા હતા. આ એક્ઝિબિશનમાં મુખ્ય આકર્ષણનું કેન્દ્ર હતું ટેમ્પલ ઓફ ડેમોક્રેસી.
એટલે કે આપણા ભારતમાં જે નવા સંસદ ભવન નું નિર્માણ થઈ રહ્યું છે તેની આબેહૂબ પ્રતિકૃતિ આ એક્ઝિબિશનમાં બનાવવામાં આવી હતી. ટેમ્પલ ઓફ ડેમોક્રેસી નામની પ્રતિકૃતિમાં 15 કિલો ગોલ્ડ, ચાંદી અને ડાયમંડ નો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આ એક્ઝિબિશનમાં તે ખૂબ જ આકર્ષણનું કેન્દ્ર જમાવતું હતું. આ પ્રતિકૃતિને થ્રી ડી પ્રિન્ટિંગ ટેકનોલોજીનો ઉપયોગ કરીને બનાવવામાં આવ્યું હતું.
આ એક્ઝિબિશન નું ઉદઘાટન મંત્રી પ્રફુલ પાનસેરીયા ના હસ્તે કરવામાં આવ્યું હતું. ટેમ્પલ ઓફ ડેમોક્રેસી એટલે કે નવા સંસદ ભવનની આબેહૂબ પ્રતિકૃતિ તૈયાર કરવા માટે સુરતના 50 જેટલા જવેલરો એ ભાગ લીધો હતો અને પોતાનો ફાળો આપ્યો હતો. જેમાં લેબ્રોન હીરાનો પણ ઉપયોગ કરવામાં આવ્યો હતો. દેશ વિદેશમાંથી આવેલા લોકોએ આ પ્રતિકૃતિને નિહાળી હતી.
આ પ્રતિકૃતિને બનાવનાર રાકેશ કુમારે જણાવ્યું હતું કે તે લોકો માટે આ પ્રતિકૃતિ બનાવવી ખૂબ ચેલેન્જ જનક વાત હતી. દિવસ રાત મહેનત કરીને પોતાના કારીગરો સાથે અનેક લોકોએ આ પ્રતિકૃતિ બનાવવામાં ફાળો આપ્યો હતો. જેમાં ગોલ્ડ, સિલ્વર સહિત સ્ટોન તેમજ લેટેસ્ટ ટેકનોલોજી નો ઉપયોગ કરવામાં આવ્યો હતો. જેના કેટલાક ફોટા પણ સામે આવેલા છે. આ એક્ઝિબિશનમાં 50,000 થી લઈને એક કરોડ સુધીની પણ અનેક વસ્તુઓ મૂકવામાં આવી હતી.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!