UP- વરરાજા ‘યોગી’ ને સાસરિયા વાળા એ લગ્ન માં આપ્યું બુલડોઝર સાંભળો કન્યા ના પિતા એ શું કહ્યું, જુઓ વિડીયો.
હાલ ભારતમાં લગ્નનો ગાળો ખૂબ જોર શોર થી ચાલી રહ્યો છે. લોકો લગ્ન કરવામાં ખૂબ બીઝી થઈ રહ્યા છે. લગ્ન ગાળામાં અનેક વિધીઓ કરવામાં આવતી હોય છે. લગ્ન હોય એટલે દીકરીના માતા પિતા દ્વારા દીકરીને જોઈતી વસ્તુઓ આપવામાં આવતી હોય છે. ક્યારેક ક્યારેક તો માતા-પિતા પોતાની દીકરીને સાસરે વળાવતા પહેલા મોંઘી મોંઘી દાટ ગાડીઓ પણ ગિફ્ટ માં આપતા હોય છે.
પરંતુ ઉત્તર પ્રદેશમાં એક અનોખા લગ્ન જોવા મળ્યા. જેમાં એક નિવૃત સૈનિક ની પુત્રીના લગ્ન પ્રસંગે નિવૃત્ત સૈનિકે પોતાની દીકરીને બુલડોઝર ગિફ્ટ માં આપ્યું હતું. આ લગ્ન 15 ડિસેમ્બરના રોજ થયા હતા. સાળણખારનો રહેવાસી વરરાજાનું નામ યોગેન્દ્ર ઉર્ફે યોગી છે. તે નેવીમાં નોકરી કરે છે. પરંતુ તે એક ખેડૂત પરિવારનો છે. યોગીના લગ્ન સુમેરપુરના ડેવલપમેન્ટ બ્લોક ગામ દેવગાંવના રહેવાસી નિવૃત્ત સૈનિક પરશુરામની પુત્રી નેહા સાથે થયા હતા.
યોગીના રિટાયર્ડ આર્મીના સસરાએ લગ્નમાં લક્ઝરી કારને બદલે બુલડોઝર પસંદ કર્યું હતું. યોગીને આની કોઈ જાણકારી નહોતી. તે તેના માટે આશ્ચર્યજનક હતું. યોગીએ લગ્નમાં દહેજ લેવાની પણ ના પાડી દીધી હતી. પણ સસરાએ અચાનક સરપ્રાઈઝ આપી દીધું. કન્યાના પિતા પરશુરામ પ્રજાપતિએ જણાવ્યું કે તેને પુત્રી નેહા યુપીએસસીની પરીક્ષાની તૈયારી કરી રહી છે જો ભવિષ્યમાં તેને નોકરી ન મળી શકે તો તે બુલડોઝરને ભાડા ઉપર આપીને રોજગારી મેળવી શકે છે.
અનોખી વાત એ હતી કે બુલડોઝરને પહેલા જ દિવસે રોજગારી મળી ગઈ તેને બીવાનની પાઇપલાઇન ખોદવા માટે મોકલવામાં આવ્યું હતું. આમ આ અનોખા લગ્ન હાલ ઉત્તર પ્રદેશમાં યોજાયા હતા. આમ આ કિસ્સો હાલમાં સોશિયલ મીડિયા ઉપર ધૂમ મચાવી રહ્યો છે. લોકો આ કિસ્સો સાંભળીને અવનવી પ્રતિક્રિયાઓ કરી રહ્યા છે અને પિતાના વખાણ પણ કરી રહ્યા છે. આનો વિડિયો પણ સોશિયલ મીડિયા ઉપર ખૂબ વાયરલ થઈ રહ્યો છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!