સુશાંતસિહ ના મોત બાદ તેની ગર્લફ્રેન્ડ રિયા ચક્રવતી એ શરુ કર્યું નવું અફેર ! ડગલેપગલે આપે છે સાથ. જાણો કોણ છે તેનો નવો પ્રેમ?
વર્ષ 2020 માં બોલીવુડના યુવા અભિનેતા સુશાંત સિંહ રાજપુત નું નિધન થયું હતું. સુશાંત સિંહ રાજપુત ના નિધનને લઈને અનેક સવાલો ઉઠી રહ્યા હતા. સુશાંતસિંહ રાજપૂતના આકસ્મિક મોતના સમાચાર બાદ સુશાંત સિંહ રાજપુત સાથે જોડાયેલી અભિનેત્રી રિયા ચક્રવતી વાદ વિવાદમાં ફસાયેલી જોવા મળી હતી. સુશાંતસિંહ રાજપૂતના પરિવારજનોનો દાવો હતો કે રિયા ચક્રવર્તી સુશાંતને માનસિક ત્રાસ આપતી, પૈસા માટે તેનું શોષણ કરતી અને સુશાંત ના મૃત્યુ મા તેની મુખ્ય ભૂમિકા હતી.
તેવો આરોપ સુશાંત ના પરિવારે લગાવ્યો હતો. સુશાંત ની મિસ્ટ્રી મા ઈડી અને cbi દ્વારા અભિનેત્રીની પૂછપરછ કરવામાં આવી હતી. તો એક મહિના માટે તેને જેલમાં પણ રહેવું પડ્યું હતું. સુશાંતસિંહ ના નિધનના અઢી વર્ષ બાદ હાલમાં તેની ગર્લફ્રેન્ડ રીયા અન્ય વ્યક્તિને ડેટ કરવા લાગી છે અને તેના અફેરના સમાચાર સામે આવી રહ્યા છે. જોકે તે બંને લોકો પોતાના જીવનને અંગત રાખવા માંગે છે.
પરંતુ રિપોર્ટ અનુસાર જાણવા મળ્યું કે સલમાન ખાનના ભાઈ સોહેલ ખાનની પૂર્વ પત્ની સીમા સજદેહના ભાઈ બંટી સજદેહ ને રિયા ચક્રવતી ડેટ કરી રહી છે. જ્યારે જ્યારે પણ રિયાના માથે મુસીબત આવી છે ત્યારે બંટી સજદેહ તેની સાથે રહ્યો છે. બંટી સ્પોર્ટ્સ અને એન્ટરટેનમેન્ટની ફિલ્મમાં મેનેજમેન્ટમાં કામ કરી રહ્યો છે.
હિન્દુસ્તાન ટાઈમ ના રિપોર્ટ અનુસાર રિયા અને બંટી તેના સંબંધને પ્રાઇવેટ રાખવા માંગે છે. જ્યારે સુશાંતના મોત બાદ રિયાની પૂછપરછ કરવામાં આવતી ત્યારે બંટીને પણ બોલાવવામાં આવતો હતો. બંટી સજદેહ સ્પોર્ટ્સનો એમડી અને સીઈઓ છે. આમ સુશાંત ના મોત બાદ રીયા ચક્રવતીએ અન્ય સાથે સંબંધોમાં આવી જતા સોશિયલ મીડિયા ઉપર તે ખાસ ચર્ચા નો વિષય બની રહી છે. લોકો તેને ટ્રોલ પણ કરી રહ્યા છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!