આલીશાન-ભવ્યાતિભવ્ય સગાઇ સમારોહ તો અંબાણી પરિવાર જ કરી શકે ! ઘર થી લઇ કપડા ને શાનદાર રીતે આપ્યો હતો શણગાર. જુઓ તસ્વીરો.
ભારત દેશમાં ધનિક વ્યક્તિની યાદીમાં સૌથી ટોપ ઉપર જો કોઈનું નામ હોય તો તે બિઝનેસમેન મુકેશ અંબાણી છે. મુકેશ અંબાણીનો પરિવાર સોશિયલ મીડિયા ઉપર ખાસ લાઈમ લાઈટમાં છવાયેલો રહે છે. 19 જાન્યુઆરી 2023 ના રોજ મુકેશ અંબાણીના સૌથી નાના પુત્ર અનંત અંબાણીનો ભવ્ય સગાઈ સમારોહ યોજવામાં આવ્યો હતો.
સગાઈ સમારોહ એટલો શાનદાર અને આલિશાન હતો કે પહેલા ક્યારેય જોયો નહીં હોય. બોલીવુડના પ્રખ્યાત અભિનેતા અક્ષય કુમાર, અભિનેત્રી ઐશ્વર્યા રાય વગેરે ને આમંત્રણ આપવામાં આવ્યું હતું. તો ક્રિકેટના સ્ટાર સચિન તેંડુલકર તેની પત્ની સાથે ઉપસ્થિત રહ્યા હતા. મુકેશ અંબાણીના નાના પુત્ર અનંત અંબાણી એ રાધિકા મર્ચન્ટ સાથે સગાઈ કરી લીધી છે. સગાઈ સમારોહ દરમિયાન અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટની ભવ્ય એન્ટ્રી લક્ઝરીયસ કારમાં કરાવવામાં આવી હતી.
આખો અંબાણી પરિવાર જગમગી રહ્યો હતો. તો અંબાણી પરિવારનું ઘર એન્ટિલિયા પણ લાઈટોના ડેકોરેશનથી જગમગી રહ્યું હતું. અનંત અંબાણીની સગાઈ ને શાનદાર બનાવવા માટે અંબાણી પરિવાર ના સભ્યોએ શાનદાર ડાન્સની પ્રસ્તુતિ પણ કરી હતી. સગાઈ બાદ રાધિકા મર્ચન્ટ નું સ્વાગત કરવામાં આવ્યું હતું.
મુકેશ અંબાણી ની વાત કરવામાં આવે તો આજે તે ભારત ઉપરાંત વિદેશોમાં પણ પોતાની સંપત્તિઓ એકઠી કરી રહ્યા છે. વિદેશોમાં પણ તેના કરોડો કરોડો રૂપિયાના બંગલો અને બિઝનેસ જોવા મળે છે. થોડા સમય પહેલા જ તેના નાના પુત્ર અનંત અંબાણી માટે દુબઈમાં એક શાનદાર આલિશાન બંગલો ખરીદ્યો હતો. લોકો અંબાણી પરિવારની લાઈફ સ્ટાઈલ જોઈને પણ દંગ રહી જાતા હોય છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!