ગોંડલ ના જયોતિરાદિત્યસિંહ (ગણેશભાઈ) ના જાજરમાન લગ્ન ની, જુઓ ખાસ તસવીરો.
હાલમાં ચારેકોર લગ્નનો માહોલ ચાલી રહ્યો છે. મોટા મોટા સેલિબ્રિટીઓથી લઈને સામાન્ય લોકો પણ લગ્નના બંધનમાં બંધાઈ રહ્યા છે અને રાજકારણમાં પણ લગ્નનો રંગ ખૂબ જામેલો છે. થોડા દિવસો પહેલા કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની ની દીકરીએ રાજસ્થાનમાં લગ્ન કર્યા પરંતુ હાલમાં એક અનોખા લગ્ન ચર્ચાનો વિષય હોય તેવા લગ્ન આપણા ગુજરાતમાંથી સામે આવ્યા છે.
જેમાં ક્ષત્રિય સમાજના આગેવાન અને ગોંડલના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા અને ધારાસભ્ય શ્રી ગીતાબા જાડેજાના પુત્ર કુંવરજી જ્યોતિરાદિત્ય સિંહ (ગણેશભાઈ) ના લગ્ન 14 ફેબ્રુઆરીના રોજ યોજાયા હતા. ગણેશભાઈ ના લગ્ન ભલગામડા નિવાસી પ્રદિપસિંહજી ઝાલાની કુમારી ચી. રાજલક્ષ્મીબા સાથે તારીખ 14 ફેબ્રુઆરીના રોજ યોજાયા હતા. લગ્નની વાત કરવામાં આવે તો 12 ફેબ્રુઆરી રવિવાર સાંજે 6:00 કલાકે વહેલ પ્રસ્થાન થયું હતું.
7:30 કલાકે ગણેશ સ્થાપના કરવામાં આવી હતી. 8:00 પાટે બેસાડવામાં આવ્યા હતા અને સોમવારે 9:00 કલાકે ગૃહ શાંતિ યજ્ઞ અને રાત્રે 8:30 વાગે દાંડીયારાસ નો ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. 14 ફેબ્રુઆરીના રાત્રિના રોજ 7:30 કલાકે સામે ચડાવવાનું શુભ મુહૂર્ત હતું અને રાત્રે 10:30 વાગે હસ્તમેળાપ યોજાયો હતો. લગ્ન એટલો ભવ્ય રીતે આયોજન કરવામાં આવ્યું હતું કે મોટા મોટા ડાયરા ના કલાકારોને પણ બોલાવવામાં આવ્યા હતા.
આવું ભાગ્યે જ બન્યું હોય કે લગ્નમાં ડાયરા કલાકારોએ હાજરી આપી અને ડાયરાની રમઝટ બોલાવી હોય. ગુજરાતના મોટા મોટા કલાકારો એવા કિર્તીદાનભાઈ ગઢવી, ઓસમાણ મીર, કિંજલ દવે, રાજભા ગઢવી, બ્રીજરાજદાન ગઢવી, જીગ્નેશ કવિરાજ વગેરે કલાકારોએ ડાયરાની રમઝટ બોલાવી હતી. આ ઉપરાંત ગુજરાતના સંતો મહંતો રાજકીય મહાનુભાવો તેમ જ ઉદ્યોગપતિઓએ પણ લગ્નની શોભા વધારી હતી.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!