મણિરાજ બારોટ ની પુત્રી રાજલ બારોટ સહ પરિવાર કિંજલ દવે ના ઘર ની મુલાકાતે સગાઇ તૂટ્યા બાદ કિંજલ દવે, જુઓ ખાસ તસવીરો.
ગુજરાત ની ગાયક કલાકાર એવી કિંજલ દવે હાલ ના સમય માં ખાસ એવી ચર્ચા નો વિષય બની રહી છે. કારણ કે 5-વર્ષ અગાઉ કિંજલ દવે એ તેના બાળપણ ના મિત્ર પવન જોશી ની સાથે સગાઈ કરી હતી. એવામાં અચાનક થોડા દિવસ પહેલા કિંજલ દવે અને પવન જોશી ની સગાઈ તૂટવાના સમાચાર સામે આવ્યા હતા. તેનું મુખ્ય કારણ પવન જોશી ની બહેન છે.
સમાચાર ના માધ્યમ થી જાણવા મળ્યું હતું કે કિંજલ દવે ની સગાઇ સાટા પ્રથા અનુસાર કરવામાં આવી હતી. એટલે કે કિંજલ દવે ના ભાઈ આકાશ દવે ની સગાઇ પવન જોશી ની બહેન સાથે કરવામાં આવી હતી. પરંતુ પવન જોશી ની બહેને કોઈ અન્ય સાથે કોર્ટ મેરેજ કરી લેતા કિંજલ દવે અને પવન જોશી ની સગાઈ પણ હાલ માં તૂટી ગઈ છે.
એવામાં હાલ કિંજલ દવે ની બેસ્ટ ફ્રેન્ડ રાજલ બારોટ ના કેટલાક ફોટા સામેં આવ્યા છે. મણિરાજ બારોટ ની દીકરી રાજલ બારોટ કે જે કિંજલ દવે ની બેસ્ટ ફ્રેન્ડ છે. રાજલ બારોટ તેના બહેન અને જીજાજી સાથે તેની ભાણેજ સાથે કિંજલ દવે ના ઘરે પહોંચ્યા હતા. તેના ફોટા માં જોવા મળે છે કે, કિંજલ દવે અને રાજલ બારોટ કિંજલ દવે ના ઘરે ચેહર માતા ના મંદિરે સેલ્ફી પાડી રહ્યા છે.
કિંજલ દવે સાદા કપડાં માં જોવા મળે છે. જેમાં તેને ટીશર્ટ અને જીન્સ પહેરેલ છે. તો અન્ય ફોટા માં કિંજલ દવે ના પિતા અને ભાઈ આકાશ દવે સાથે રાજલ બારોટ તેના બહેન અને જીજાજી સાથે તેની ભાણેજપણ જોવા મળે છે. આ તસવીરો ચાહકો ને ખુબ જ પસંદ આવી રહી છે, આ તસવીરો ને રાજલ બારોટે શેર કરી છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!