સગાઇ તૂટ્યા બાદ કિંજલ દવે પહોંચી પાવાગઢ ! મહાકાળી માતા ના મંદિરે પહોંચી માતાજી ના દર્શન કરી કહ્યું આવું કે, જુઓ વિડીયો.
ગુજરાતની ગાયક કલાકાર કિંજલ દવે હાલના સમયમાં ખાસ એવી ચર્ચાઓનો વિષય બની રહી છે. કારણ કે પાંચ વર્ષ પહેલા કિંજલ દવેની સગાઈ પવન જોશી સાથે કરવામાં આવી હતી. કિંજલ દવેની સગાઈ સાટા પ્રથા અનુસર કરવામાં આવી હતી.
એટલે કે કિંજલ દવેના ભાઈ આકાશ દવેની સગાઈ પવન જોશીની બહેન સાથે કરવામાં આવી હતી. પરંતુ પવન જોશીની બહેને કોઈ અન્ય સાથે કોર્ટ મેરેજ કરી લેતા કિંજલ દવે અને પવન જોશી ની સગાઈ પણ તૂટી ગઈ છે. એવામાં હાલ કિંજલ દવે ગુજરાત ટુરિઝમના સહયોગથી એક ડોક્યુમેન્ટરી શૂટ કરવા પાવાગઢ આવી હતી.
અને સગાઈ તૂટ્યા બાદ કિંજલ દવે શૂટિંગ માંથી ટાઈમ લઈને પાવાગઢ મહાકાળી માતાના મંદિરે દર્શન કરવા પહોંચી હતી અને માતાજીના આશીર્વાદ લીધા હતા. કિંજલ દવે આ બાબતે પોતાનું ઇન્ટરવ્યૂ પણ આપ્યું હતું અને તેને જણાવ્યું હતું કે તેને મહાકાળી માતાના મંદિરે દર્શન કરીને ધન્યતા અનુભવી છે. આ ઉપરાંત તેને મંદિર વિશે પણ થોડી ઘણી માહિતી આપી હતી અને રોપવે ની સુવિધા અને મંદિરનો ઇતિહાસ પણ થોડા અંશે જણાવ્યો હતો અને ભક્તો વધુને વધુ દર્શન કરવા જાય તેવું તેને જણાવ્યું હતું.
આમ કિંજલ દવેની સગાઈ તૂટ્યા બાદ કિંજલ દવે તેના કામમાં વ્યસ્ત જોવા મળે છે. કિંજલ દવે માતાજીને મંદિરે પહોંચીને માતાજીના દર્શન કરીને ધન્યતા અનુભવી હતી. હાલમાં કિંજલ દવે એ તેના instagram એકાઉન્ટ પરથી તેના અને પવન જોશી ના ફોટાઓ પણ ડીલીટ કરી દીધેલા જોવા મળે છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!