બૉલીવુડ ઇન્ડસ્ટ્રીમાં ફરી એક વખત દુઃખના વાદળો છવાયા ! આ દિગ્ગ્જ અભિનેતાની પોતાના જ ઘરમાંથી લાશ મળી…જાણો પુરી ઘટના વિશે
મિત્રો હાલના સમયમાં જો વાત કરવામાં આવે તો વર્તમાન સમયમાં અનેક એવા મોટા મોટા દિગ્ગ્જ અભિનેતા તથા ફિલ્મ ઇન્ડસ્ટ્રીની જાણીમાણી હસ્તીઓના નિધન થઇ રહ્યા છે,વાત કરીકે તો ફેમસ એકત્ર સુશાંતસિંહ,કેકે જેવા અનેક સિંગરો તથા કલાકારો હાલ આ દુનિયામાં રહ્યા નથી. એવામાં ફિલ્મ ઇન્ડસ્ટ્રીને વધુ એક વધુ ઝટકો લાગ્યો છે કારણ કે જાણીતા એક્ટર તથા મોડેલ અને કાસ્ટિંગ ડાયરેક્ટર એવા આદિત્યસિંહ રાજપૂતનું તેના જ ઘરમાં રહસ્યમય રીતે મૃત્યુ થવા પામ્યું છે.
રિપોર્ટ અનુસાર સામે આવ્યું છે કે તેમું શરીર અંધેરીમાં આવેલ ઘરના વોશરૂમમાં જમીન પર પડેલો જોવા મળ્યો હતો જે બાદ તેઓને હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા જ્યા ટૂંકી સારવારમાં જ તેનું મૃત્યુ થવા પામ્યું હતું. મીડિયા રિપોર્ટ અનુસાર એવો પણ મોટૂ ખુલાસો થયો છે કે તેમની મૌતનું કારણ બીજું કાંઈ નહીં પણ ડ્રગ્સનો ઓવરડોઝને કારણે મૃત્યુ થયું હતું. આદિત્ય સિંહ વિશે જો વાત કરવામાં આવે તો તે દિલ્લીનો રહેવાસી હતી અને અંધેરીમાં લશ્કરીયા હાઈટસ નામની બિલ્ડીંગમાં રહેતો હતો.
એએનઆઈની રિપોર્ટનું માનીએ તો 32 વર્ષીય આદિત્ય સિંહ ઓશિવરા વિસ્તારમાં આવેલ બિલ્ડીંગના 11માં ફ્લોરમાં બનેલા ફ્લેટમાં રહેતો હતો, તેણે પોતાનું એપાર્ટમેન્ટ પોતાના મિત્રો સાથે શેર કર્યું હતું.મૃત્યુની સાચી હકીકત શું છે તે અંગે કોઈ પણ જાતનો હાલ ખુલાસો થવા પામ્યો નથી પરંતુ અમુક હેવાલો અને રિપોર્ટ અનુસાર માનવામાં આવી રહ્યું છે કે આની પાછળ ડ્રગ્સનો ઓવરડોઝ જવાબદાર છે.
ઓશિવરા પોલીસ દ્વારા હાલ આ પુરી ઘટના અંગે તપાસ હાથ ધરવામાં આવી છે, એટલું જ નહીં તેની સાથે જોડાયેલ અનેક લોકોની જાઁચ પડ઼તાલ અને પૂછતાછ પણ કરવામાં આવી રહી છે. શું ડ્રગ્સને લીધે જ આ અભિનેતાનું મૃત્યુ થયું હશે? તે અંગેના તમામ ખુલાસા તો ફક્ત પુરી તપાસ થયા બાદ જ સામે આવી શકે છે.17 વર્ષની ઉંમરમાં આદિત્ય સિંહે મોડલિંગની દુનિયામાં ઉતર્યો હતો જે બાદ રિયાલીટી શોમાં કામ કરતા તેને ઘણું નામ પ્રાપ્ત થયું હતું.સ્પિટસવિલા રિયાલિટી શોમાંથી સૌથી વધારે નામ આદિત્યસિંહને મળી હતું.ભગવાન તેમના આત્માને શાંતિ આપે.