હવે આવા નસીબને આપણે શું કેહવું ? ચાલક વગર જ ભાગી ગાડી અને વ્યક્તિને મારી દીધી જોરદાર ટક્કર..ચમત્કાર? જુઓ વિડીયો
આમ તો વર્તમાન સમયમાં જો વાત કરવામાં આવે તો અત્યારના સમયમાં કોઈ પણ ન ઘટવાની ઘટના ઘટે તો આપણે પોતાની કિસ્મતનો વાંક કાઢતા હોય છીએ. એટલું જ નહીં ઘણા બધા લોકો તો હાલ એવા પણ છે જે પોતાની કિસ્મતને ફૂટેલી માનીને ઘણા બધા કામ કરતા પેહલા સો વખત વિચારતા હોય છે. એવામાં આ લેખના માધ્યમથી અમે એક આવો જ વિડિયો લઈને આવ્યા છીએ જેને જોયા બાદ તમે પણ કહેશો કે લ્યો બોલો કેટલી ફૂટી કિસ્મત હશે આ યુવકની.
હાલના સમયમાં તો અનેક પ્રકારની સ્કૂટીના ઈંવેંશન થયા છે, આ કારણએ લીધે જ લોકો હાલ ઇલેક્ટ્રિક સ્કૂટી જેવી આધુનિક સુવિધાઓ વળી સ્કૂટી વાપરતા થયા છે. આ વિડીયોમાં પણ એવું જ દેખાય રહ્યું છે જેમાં એક યુવતી પોતે સ્કૂટી મૂકીને દુકાનેથી વસ્તુ લઇ રહી હોય છે ત્યારે જ તેની સાથે એવું બની જાય છે કે તમે પણ જોતા જ રહી જશો. ખરેખર આવા દ્રશ્ય તો આપણે પેહલી વખત જ જોયા હશે.
વાયરલ થઇ રહેલા આ વિડીયોમાં જોઈ શકાય છે કે મહિલા દુકાનમાં વસ્તુઓ લઇ રહી છે અને કદાચ તેનાથી ગાડીમાંને ગાડીમાં જ ચાવી શરૂ રહી ગઈ છે. એવામાં ત્યાંથી જેવો એક વ્યક્તિ ગુજરે છે ત્યારે જ આ ગાડી ભાગવા લાગે છે અને તે યુવક સાથે જ અથડાય છે. ગાડીમાં ચાવી રહી ગઈ તેમાં કોઈ નવાય જેવી વાત નથી પરંતુ જ્યારે પેલો યુવક ત્યાંથી પસાર થયો ત્યારે જ ગાડી ભાગવા લાગી અને તેની સાથે અથડાય તે જોવા જેવી વાત છે. આ વિડીયો જોઈને તમને પણ તમારી કિસ્મત સારી લાગતી હશે.
ખરેખર આવી ફૂટી કિસ્મતતો કોઈ પણ વ્યક્તિની નહીં હોય.જણાવી દઈએ કે આ ફની એક્સીડેન્ટના વિડીયોને ટ્વીટરના માધ્યમ થી @hasanazaroorihai નામના એકાઉન્ટ દ્વારા શેર કરવામાં આવ્યો હતો જે લોકોને પણ ખુબ વધારે પસંદ આવી રહ્યો છે અને આ વિડીયો જોયા બાદ સોશિયલ મીડિયા યુઝરો પણ ખુબ અલગ અલગ કમેન્ટ કરી રહ્યા છે જેમાં એક યુઝર તો એવું લખે છે કે ‘જયારે બતકિસ્મતી આપણા પર તાંડવઃ કરે ત્યારે આવું થાય’ જયારે બીજો એક યુઝર જણાવે છે કે ‘ગોસ્ટ રાઇડર આવી ગયો માર્કેટમાં’ આવી અનેક ફની પ્રતિક્રિયાઓ સોશિયલ મીડિયા યુઝરો આપી રહ્યા છે.
अगर बुरा वक्त हो तो बिना ड्राइवर की स्कूटी भी टक्कर मार देती है यकीन नहीं देख लो👈🏻👆🏻 pic.twitter.com/S2x4CpePm2
— Hasna Zaroori Hai 🇮🇳 (@HasnaZarooriHai) January 7, 2023