શું તમારા ઘરે આવતું ઘી 100 % શુદ્ધ છે ? આવા વ્હેમમાં ના રહેતા નહિતર થશે નુકશાન, આ રીતોથી ચકાસી શકો છો ઘી અસલી છે કે નકલી….
જમવામાં સ્વાદ વધારવા તેમ જ શરીરને પોષણ મળી રહે તે માટે થઈને લોકો અનેક એવા નુસખા તથા ઉપાયો શોધી કાઢત હોય છે. એવામાં આપણા ખોરાકમાં ઘીનું મહત્વ ખુબ વધી જાય છે કારણ કે ઘણા બધા એવા મોટા રોગો તથા પીડાનો ફક્ત માત્ર એક જીલાજ છે જે ઘી છે પરંતુ આ ઘી તમને ત્યારે શરીરને ફાયદો અપાવી શકે છે જયારે તમારા ઘરે આવતું ઘી શુદ્ધ હોય. હાલના સમયમાં અનેક જગ્યાએ ઘીમાં ભેળસેળ કરવામાં આવી રહી છે, એવામાં તમારા ઘર પર આવતું ઘી કેટલું શુદ્ધ છે તે અંગે આજે અમે જણાવાના છીએ.
જો તમે માર્કેટમાં કોઈ ઘીની ખરીદી કરો તેમાંથી પાંચ ચમચી ઘી બહાર કાઢીને બીજા કોઈ વાસણમાં લ્યો જે બાદ તે ઘીને 24 કલાકો માટે ઘીને અલગ રહેવા દો જો આ ઘી દાણેદાર તથા મહકેતુ રહે તો આ ઘી અસલી છે તેમ કહી શકાય જયારે આ બંને વસ્તુ તેમાંથી ગાયબ થઇ જાય તો સમજી જવું કે આ એક નકલી ઘી હતું.
ઘી અસલી છે કે નકલી તે અંગેની શોધ કરવા માટે મીઠાનો પણ ઉપયોગ થાય છે, આ ઉપાયમાં એક વાસણમાં બે ચમચી ઘી,1-2 ચમચી મીઠું અને સાથો સાથ એક ચુટકીભર હાઈડ્રોક્લોરિક એસિડ ઉમેરીને તેનું એક મિશ્રણ તૈયાર ક્રોઈ જેને 20 મિનિટ સુધી અલગ રાખો. 20 મિનિટ બાદ જો આ ઘી કોઈ પ્રકારનો રંગ ન છોડે તો સમજી જવું કે આ ઘી અસલી છે પણ જયારે ઘી લાલ રંગ અથવા તો અન્ય રંગનું થઇ જાય તો ઘી નકલી છે.
પાણીનો ઉપયોગ કર્યા બાદ પણ તમે ઘીની શુદ્ધતા ચકાસી શકો છો. આ ઉપાયમાં સૌ પ્રથમ એક પાણીનો ગ્લાસ ભરો તેમાં એક ચમચી ઘી નાખો જો પાણીના ઉપર ઘી તરવા લાગે તો તમે સમજી શકો છો કે આ ઘી અસલી છે પણ જયારે પણ આ ઘી પાણીની નીચે બેસી જાય તો સમજી જવું કે આ ઘી નકલી છે.