Gujarat

ગુજરાતના હવામાનને લઈને અંબાલાલ પટેલ ફરી ગરજ્યા ! કરી દીધી એવી આગાહી કે જાણીને તમે પણ….જાણો શું કહ્યું ગુજરાતના હવામાનને લઈને ?

Spread the love

વર્તમાન સમયમાં ગુજરાતના હવામાનને લઈને વાત કરવામાં આવે તો રાજ્યમાં હાલ ચારેતરફ વરસાદી લહેર છવાય ગઈ હોય તેવું લાગી રહ્યું છે કારણ કે છેલ્લા થોડાક દિવસથી આપણા રાજ્યના અનેક જિલ્લાઓ તથા તાલુકોઆમાં વરસાદ પડી ચુક્યો છે, વરસાદ પડતા ખેડૂતોમાં તો ખુશીનો માહોલ છે જ પણ સાથો સાથ સામાન્ય લોકોને પણ ગરમી માંથી છુટકારો પ્રાપ્ત થતા લોકો ખુશખુશાલ થયા છે. એવામાં વરસાદની વાતને લઈને અંબાલાલ પટેલે ફરી એક વખત મોટી આગાહી કરી છે.

તમને ખબર જ હશે કે અવારનવાર અંબાલાલ પટેલ આવી વરસાદી આગાહીઓ કરતા જ હોય છે જેમાંથી અમુક સાચી પડતી હોય છે તો અમુક ખોટી પણ પડતી હોય છે, આથી જ તેને આગાહી કહેવામાં આવે છે કારણ કે તે 100 ટકા ખરી જ સાબિત થશે તે અંગે તો કોઈ કાંઈ ન કહી શકે. અંબાલાલ પટેલે જણાવ્યું હતું કે ‘આ વખતે ચોમાસુ નવીન પ્રકારનું છે.’ આની પેહલા તો અંબાલાલ પટેલે અનેક આગાહીઓ કરી જ હતી એવામાં આ આગાહી પણ તેઓએ કરી દીધી છે.

આ વખતે કેટલો વરસાદ પડશે? તો આ અંગે આપણે વાત કરીએ તો અમુક ખાસ એહવાલ તેમ જ રિપોર્ટ અનુસાર જાણવા મળેલ છે કે આ વખતે ગુજરાતમાં ચોમાસુ સાર્વત્રિક રહેશે જે ખેડૂતો માટે ખુશીના સમાચાર પણ કહી શકાય છે. આગામી ઓગસ્ટ માસના પેહલા સપ્તાહમાં સારો વરસાદ થવામી સંભાવના છે જ્યારે ઉત્તર ગુજરાત તથા મધ્ય ગુજરાતના અનેક જિલ્લાઓમાં પણ ભારે વરસાદ થવામી સંભાવનાઓ સેવવામાં આવી રહી છે, એટલું જ નહીં આવનાર 1 જુલાઈ સુધી અમદાવાળ તથા વડોદરા શહેરમાં પણ વરસાદ પડવાની શક્યતાઓ રહેલી છે.

અંબાલાલ પટેલ અનુસાર આવનાર 6 ઓક્ટોબરના રોજ ગુજરાતના દરિયાકાંઠે ભારે પવન ફુકાય શકે એટલું જ નહીં અંબાલાલે એમ પણ જણાવ્યું હતું કે 18થી20 નવેમ્બરમાં ચક્રવાતની પણ શક્યતાઓ રહેલી છે.હાલ તો હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે રાજ્યના જૂનાગઢ,અમરેલી,ભાવનગર,દ્વારકા,જામનગર તથા ગીર સોમનાથમાં ભારે વરસાદ થવાની આગાહી છે આના પગલે જ માછીમારોને આવનાર 5 દિવસો માટે દરિયો ન ખેડવા અંગે પણ સૂચન કરવામાં આવ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *