ડોલર સામે ફરી એક વખત ગગડયો રૂપિયો ! વર્તમાન સમયમાં એક ડોલર સામે ભારતીય રૂપિયો સાવ આટલી સપાટીએ…
ઈંન્ટરબેંક માર્કેટ માથી રૂપિયાને લઈને બહુ જ મોટા ફેરફાર જોવા મળી આવ્યા છે જ્યાં આજના દિવસે રૂપિયો ડોલર કરતાં નબળો પડેલો જોવા મળી આવ્યો છે.ઈંન્ટરબેંક ફોરેન એક્સચેન્જ માર્કેટમાં આજના દિવસે રૂપિયો 82.72 ની નીચી સપાટી સાથે 82. 60 પર જોવા મળ્યો હતો જે અગાઉના ભાવ કરતાં 8 પૈસા ઓછા એટ્લે કે 82.64 પ્રતિ ડોલર જોવા મળ્યા હતા. ત્યાં જ ગુરુવારના રોજ રૂપિયો 16 પૈસાના વધારા સાથે 82.56 પ્રતિ ડોલર એ બંધ થયો હતો.
રૂપિયામાં થયેલા આ ઘટાડા અંગે BNP પરિબા દ્વારા શેરખાન ના રિસર્ચ એનાલિસ્ટ અનુજ ચૌધરીએ જણાવ્યુ કે સ્થાનિક બજારો નબળા હોવાના લીધે અને ડોલર મજબૂત હોવાના કારણે રૂપિયો ઘટ્યો હતો.યુએસ ના સકારાત્મક આર્થિક દેતાના આધાર પર ડોલરમાં વધારો જોવા મળ્યો હતો. આ સાથે જ ઈંન્ટરબેંક ફોરેન એક્સચેન્જ માર્કેટમાં શુક્રવારના રોજ રૂપિયો 8 પૈસાના ઘટાડા સાથે 82.64 પ્રતિ ડોલર પર બંધ થયો જોવા મળ્યો હતો.આમ ડોલર ની મજબૂતાઈ અને શેરબજારના નબળા વલણ ને કારણે ડોલર રૂપિયા કરતાં વધારે જોવા મળી આવ્યો હતો.
આથી રૂપિયો ત્રણ દિવસની તેજી બાદ અટલી ગયેલ જોવા મળ્યો હતો. આ વિષે ફોરેક્સ ટ્રેડર્સ એ જણાવ્યુ કે ફ્રૂડ ઓલિના વધવાના કારણે પણ રૂપિયો ઘટ્યો છે.જ્યારે વિદેશી સંસ્થાઓ ના રોકારકારોના લીધે આ નુકશાન બહુ જ ઓછું થયું છે. ત્યાં જ ગ્લોબલ ઓઇલ સ્ટાન્ડરદ બ્રેન્ટ ફ્રૂડ ફ્યુચએસ 1.39 ટકાના વધારા સાથે બેરલ દીઠ 84.52 ડોલરે જોવા મળ્યું છે. આ સાથે જ બીએસઇ ના 30 શેરોવાળા પ્રમુખ ઇન્ડેકસ 365.83 પોઇંટ ના વધારા બાદ 64886.51 એ જોવા મળ્યા છે.
આમ બોમ્બે સ્ટોક એક્સચેન્જ ના ડેટા અનુસાર જોવામાં આવે તો વિદેશી સંસ્થાકીય રોકાણકારોએ કેપિટલ માર્કેટમાં ચોખ્ખા વેચંકર્તા હતા અને શુકવારના રોજ 4638.21 કરોડ રૂપિયાનું શેરનું વેચાણ થયું હતું. આમ યુએસ ના તાજા સામે આવી રહેલ ડેટા અનુસાર જુલાઈની સરખામણીમાં કોર ડ્યુરેબલ માલના ઓર્ડરમાં વધારો અને સાપ્તાહિક બેરોજગારીમાં ઘટાડો જોવા મળ્યો છે. જેનાથી યુએસ ના ફેડરલ રિસર્વ પોલિસી રેટમાં પણ વધારો થવાની શક્યતા દેખાઈ રહી છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!