Gujarat

રાજકોટમાં 4 વર્ષીય માસૂમનું નિધન થતા પરિવાર પર દુઃખનું આભ ફાટી પડ્યું, દુઃખમાં પણ પરિવારે એવો નિર્ણય લીધો કે હવે થઇ રહ્યા છે ખુબ વખાણ…જાણો

Spread the love

હાલમાં અંગદાનને બધાં દાનો કરતા શ્રેષ્ઠ ગણવામાં આવી રહ્યું છે કેમકે તેનાથી એક વ્યક્તિને નવું જીવન મલી સકે છે.જે વ્યક્તિને તેના જીવન વિશે કોઈ માહિતી જ નથી હોતી કે તેઓ હવે જીવી શક્શે કે નહિ તેઓ આવા દાનથી ફરી એક વાર નવા જીવનમાં પ્રવેશ લેતા હોય છે. જો આવું અંગદાન કરવામાં આવે તો તેનાથી એક આખા મનુષ્યને નવું જીવન મલી સકે છે.હાલમાં લોકોએ અંગદાન અંગે જાગૃતિ મેળવી છે જેનાથી અનેક લોકો પોતાના પ્રિયજનના મૃત્યુ પછી તેમના શરીરના અંગોનું દાન કરતા હોય છે.

અને આવા મહાદાન કરવા અંગે લોકોને પ્રેરણા પૂરી પાડતા હોય છે.હાલમાં સમયમાં અંગદાન  ને લઈને લોકોમાં બહુ જ જાગૃતિ જોવા મળી રહી છે. જેના કારણે બીજા લોકોને નવજીવન મળવું થોડું સરળ થઈ રહ્યું છે. આજે લોકોમાં અંગદાન  કરવાની વિચારસરણી થી ઘણા લોકોના જીવનને ફરી ઉજાગર કરી સકાય છે. પરિવારના એક સાચા નિર્ણય થી અન્ય લોકોને નવજીવન મળી શકે છે. ત્યારે આવો જ અંગદાન  નો કિસ્સો રાજકોટ થી સામે આવી રહ્યો છે જ્યાં માસૂમ બાળકી ની આંખો નું દાન કરીને તેના પરિવારજનોએ સમાજને નવી રાહ ચીંધી છે,

વાસ્તવમાં 4 વર્ષની એક માસૂમ બાળકીનું ડેન્ગ્યુ દરમિયાન 2 દિવસની સારવાર બાદ મોત થયું છે. આથી તેના પરિવારના લોકોએ આ દુખની ઘડીમાં પણ હોશ સંભાળીને પોતાની દીકરી ની આંખોનું દાન કર્યું છે અને આ ઉતમ કાર્ય  દ્વારા તેમની દીકરીની આંખો થી અન્ય કોઈ આ સુંદર જિવનને ફરી જોઈ શકશે.મળી રહેલ માહિતી અનુસાર ભાવનગર રાજકોટના રોડ પર આવેલ રાજમોતી ઓઇલ મિલની પાસેની મયૂરનગરની શેરી 3 માં નિવાસ કરતાં મનીષભાઈ ની 4 વર્ષની માસૂમ દીકરી રિયાને સોમવારના રોજ અચાનક જ તાવ આવી ગયો હતો .

આથી તેને જ્યારે રિપોર્ટ કરાવવામાં આવ્યો તો તેને ડેન્ગ્યુ  થયા હોવાની જાણવામાં આવ્યું હતું અને આથી તત્કાલ જ તેને સિવિલ હોસ્પીટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવી હતી. જ્યાં રિયાના કાઉન્ટર વધારે માત્રામાં વધી જતાં તેને આઇસીયુમાં દાખલ કરવામાં આવી હતી. જ્યાં 2 દિવસની સારવાર બાદ માસૂમ રિયાએ  અંતિમ સ્વાસ લીધા હતા અને અવસાન પામી હતી. આ ઘટના બનતા પરિવાર શોકમાં ગરકાવ થયું હતું.

આમ છતાં પરિવારના લોકોએ હીમત રાખીને તેના દાદા અને પિતાએ પોતાની દીકરીની આંખો દારા અન્ય ના જીવનમાં રોશની ફેલવવાના વિચારથી તેમણે જનકલ્યાણ ટ્રસ્ટનાં ઉમેશભાઈ  મહેતાનો સંપર્ક કર્યો હતો જેના પછી માત્ર 2 કલાકમાં જ ચક્ષુદાન માટેની તમામ વ્યવસ્થા કરી આપવામાં આવી હતી અને રિયાના આંખનું દાન કરવવામાં આવ્યું હતું. આમ 4 વર્ષની બાળકીના આંગદાન નો આ કિસ્સો રાજકોટમાં પહેલો કિસ્સો બન્યો છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *