EntertainmentIndia

છેલ્લા 10 વર્ષોથી લાપતા થયેલ પતિ 10 વર્ષ બાદ એવી હાલતમાં મળી આવ્યો કે તે જોઈ મહિલા દડદડ આંસુએ રડી…જુઓ વિડીયો

Spread the love

પોતાનાને ખોવાનું દુખ શું છે તે માત્ર જે લોકોએ પોતાનાઓને  ગુમાવ્યા છે તેઓ જ સમજી શકે છે. જ્યારે કોઈ આપનું આપણાથી દૂર ચાલ્યું જાય છે તો રાત્રે ઊંઘ પણ નથી આવતી અને ભોજન પણ ગળાની નીચે ઉતરતું નથી, અને જો આંખો બંધ કરવામાં આવે તો તે જ વ્યક્તિ ના સપના આવે છે અને આંખો ખોલીએ તો તે વ્યક્તિના જ  ખ્યાલો  મગજમાં આવતા હોય છે. આ દુનિયામાં ઘણા  બધા એવા લોકો છે જે પોતાના પરિવાર થી અલગ થઈ ગયા  અને પછી ફરીવાર ક્યારેય મળ્યા નહીં એવામાં વહુ જ નસીબદાર પણ જોવા મલી જય છે જે પોતાના પરિવાર થી દૂર થયા બાદ ફરિવાર મળી જતાં હોય છે.

આજે કઈક આવા જ નસીબદાર વ્યક્તિનો કિસ્સો સામે આવી રહ્યો છે જે પોતાના પરિવારથી 10 વર્ષ સુધી દૂર રહ્યો હતો પરંતુ  જ્યારે એકવાર તે પોતાના પરિવારને અચાનક મળ્યો તો એવા હાલમાં કે જોઈને તેમના પરિવારના લોકોના તો હોશ જ ઊડી ગ્યાં. વાસ્તવમાં બલિયા ની નિવાસી એક મહિલા ને અચાનક જ 10 વર્ષ પછી પોતાનો ગુમ થયેલો પતિ નજર આવ્યો અને નજર આવતા જ તે પત્ની રડી પડી અને કોઈ માસૂમ બાળકની જેમ તે પોતાના પતિને વહાલ કરવા લાગી. આ ઘટના ઉતરપ્રદેશ ના બલિયા થી સામે આવી છે. જ્યાં જનપદ બલિયા ના સુખપુરા થાણા વિસ્તારમાં આવેલ દેવકલી માં રહેતી મહિલા વર્ષોથી પોતાના પતિની રાહ જોતી હતી.

આ દરમિયાન તેને ઘણા દેવી દેવતાઓને પ્રાથના કરી હતી. અને અંતમાં દેવી દેવતાઓએ તેમની આ પ્રાથના સાંભળી જ્યારે અચાનક જ 10 વર્ષના લાંબા સમય પછી તે મહિલાને પોતાનો પતિ મળી ગયો. જ્યાં પતિની હાલત ભિખારી જેવી હતી જે જોઈને મહિલા ભાવુક બનીને તેને વળગીને જોરજોરથી રડવા લાગી હતી.પોતાના પતિને બીજીવાર મળયાની  ખુશીમાં પત્ની ના આંખોમાં હરખ ના આંસુ પણ જોવા મળ્યા હતા.મહિલાએ પોતાના પતિને 10 વર્ષ બાદ જોતાં તરત જ દોડીને તેને ગળે લગાવી દીધો અને તેને દુલાર કરવા લાગી હતી.

એવું જાણવામાં આવી રહ્યું છે કે જ્યારે મહિલાને તેનો પતિ મળ્યો તો તેની માનસિલ સ્થિતિ સારી નહોતી. મહિલાનો પતિ કોઈ ને પણ ઓળખતો  નહોતો. પરંતુ મહિલાએ પૂરા વિશ્વાસ સાથે પોતાના પતિને ઓળખી લીધો હતો. મહિલાએ કહ્યું કે આ જ મારા દેવતા છે. જેની હું 10 વર્ષોથી રાહ જોઈ રહી હતી. મળેલી જાણકારી અનુસાર આ મહિલાનું નામ જાનકી દેવી છે અને તેના પતિનું નામ મોતીચંદ વર્મા છે. બંનેના લગ્ન 21 વર્ષ પહેલા થયા હતા. તેમણે ત્રણ દીકરાઓ છે. પત્નીએ જણાવ્યુ કે પતિ માનસિક રૂપથી બીમાર હતો અને 10 વર્ષ પહેલા જ ઘરેથી અચાનક ક્યાક ચાલ્યો ગયો હતો.

જાનકી દેવી વર્ષોથી પોતાના સગા-સંબંધીઓની મદદથી પતિને દરેક જગ્યાએ શોધી રહી હતી. પરંતુ તે ક્યાંય મળી આવ્યો નહીં . જાનકી દેવી તેમના ત્રણ પુત્રો સાથે આમતેમ કરીને જીવન જીવી રહી હતી. તેને પોતાના પતિને દૂર દૂર સુધી શોધ્યું અને તાંત્રિકોનો પણ સહારો લીધો પણ કોઈ ફાયદો થયો નહીં. હવે 10 વર્ષ પછી જ્યારે જાનકી દેવી તેમના પુત્રની સારવાર માટે જિલ્લા હોસ્પિટલ બલિયા જઈ રહી હતી,તે દરમિયાન તેણે રસ્તામાં ફાટેલા જૂના કપડા પહેરેલા એક વ્યક્તિને ઈજાગ્રસ્ત જોયો. આટલા વર્ષો પછી પણ તેણે તેના પતિને ઓળખી ગઈ અને તેને જોઈને તે તેને ગળે લગાવીને ભાવુક થઈને રડવા લાગી. તેનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *