રાજકોટમાં આદિવાસી યુવકે ટ્રેન નીચે કૂદીને પોતાના મૌતને વ્હાલું કરી લીધું ! આત્મહત્યા કરતા પેહલા બહેનને ફોન કરીને કહી હતી આ વાત….
હાલમાં આત્મહત્યા ના કિસ્સાઓ બહુ જ મોટા પ્રમાણમાં વધતાં જોવા મળે છે. લોકો નાની નાની વાતોના આધારે જીવન ટુકવી લેતા હોય છે. હાલમાં નાનાં ગામડાથી લઈને મોટા શહેરો માં પણ લોકો આત્મહત્યા કરીને મૃત્યુ પામતા હોય છે. જેમાં ઘણીવાર આત્મહત્યા કરવા પાછળનું કારણ જાણવા મળી જતું હોય છે તો ઘણીવાર આ આત્મહત્યા એક રાઝ બનીને જ રહી જતી હોય છે. ત્યારે હાલમાં પણ એવો જ એક ગમગીન કિસ્સો જોવા મળ્યો છે .
જ્યાં એક આદિવાસી યુવાને ટ્રેનની સામે પડતું મૂકીને આત્મહત્યા કરી લીધી હતી અને આ આત્મહત્યા કરતાં પહેલા પોતાની બહેન ને ફોન કરીને માત્ર એટલું જ જણાવ્યુ કે મારે કપાઈ જવું છે અને ત્યાર બાદ આ પગલું ભરી લીધું છે આ ઘટના થી પરિવારમાં ગમગીન માહોલ જોવા મળી આવ્યો છે. મળતી માહિતી અનુસાર કોટડા ના સાંગાણીના પડવલા ગામના નિવાસી બડીયાભાઈ રમેશભાઈ પરમાર કે જે 33 વર્ષની ઉમર ધરાવતા હતા ને મજૂરી કામ કરતાં હતા.
તેઓએ આજ રોજ સવારના 10 વાગ્યા આસપાસ પડવલા અને રીબડા રેલ્વે ફાટકની નજીક જઈને પોતાની બહેનને ફોન કરીને કહ્યું કે મારે કપાઈ જવું છે અને આટલું બોલીને આવતી ટ્રેન ની સામે પડતું મૂકી દીધું હતું અને આત્મહત્યા કરી લીધી હતી. આ બનાવની જાણ થતાં જ પરિવારના લોકો તરત જ રેલ્વે ફાટક પાસે આવી ગ્યાં હતા પરન્તુ ત્યાં સુધીમાં બહુ જ વાર થઈ ગઈ હતી અને યુવાન મૃત્યુ પામ્યો હતો.
આ ઘટના ની જાણ થતાં જ ગોંડલ તાલુકા નો પોલીસ કાફલો પણ ઘટના સ્થળે પહોચી ગયો હતો. અને આગળ ની કાર્યવાહી હાથ ધરીને લાશને પોસ્ટમોતમ માટે સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો. જાણવામાં આવ્યું કે આ પરપ્રાતિય આદિવાસી યુવાન મજૂરી કામ કરતો હતો.આ યુવાન પરિવારમાં છ ભાઈ બહેન માં વચલો હતો ને તેની પત્ની વતન ગઈ છે અને યુવાનને સંતાનમાં એક દીકરી છે . આમ યુવાન નું અણધાર્યું પગલું ભરવાથી દીકરીએ પિતાની છત્રછાયા ગુમાવી છે અને પરિવારના લોકોમાં અરેરાટી ઊભી થઈ ગઈ છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!