હે ભગવાન!! એક જ ઝટકાની અંદર એક સાથે ચાર ચાર લોકોના અણધાર્યુ મૌત… પુરી ઘટના જાણી ધ્રુજી જશો
હાલમાં અકસ્માતના બનાવો બહુ જ વધારે પ્રમાણ માં જોવા રહ્યા છે જ્યાં વાહન ચલાવનાર ની બેદરકારી માસુમો ના જીવને જોખમમાં મૂકી દેતી હોય છે. ત્યારે એક આવો જ દર્દનાક કિસ્સો સામે આવી રહ્યો છે જ્યાં પોલીભીતિ ના સેહારામરું ઉતરી થાણા વિસ્તારમાં આસામ હાઇવે પર ઊભેલી ડીસીએમ સાથે એક જડપથી પસાર થઈ રહેલ કાર અથડાઇ ગઈ હતી. જે ઘટનામાં એક દંપતી સહિત પરિવારના ચાર લોકો અકસ્માત નો ભોગ બની ને મોત ને ભેટ્યા છે તો ત્યાં જ બે માસૂમ ઘાયલ થયાનું સામે આવ્યું છે.
જાણવામાં આવ્યું છે કે આ દર્દનાક અકસ્માત માં લખનૌ ના મોહલ્લા ખદરા ના નિવાસી અબ્દુલ્લા, તેમની પત્ની સાઈમાં રાહત ઉર્ફ અમરિન, કાકાની દીકરી બહેન બુતુલ, મરિયમ નું ઘટના સ્થળે જ કમકમાટીભર્યું અવસાન થયું છે. કારમાં સવાર અબ્દુલ્લા ની 8 મહિના ની દીકરી અભિયા અને મરિયમ નો ભાઈ અમિન ઘાયલ થયા છે. બંને ને સારવાર માટે લખનૌના હોસ્પિટલ લઈ જવામાં આવ્યા છે ,જાણવામાં આવ્યું છે કે આ બધા લોકો પોતાની કારમાં સવાર થઈને નૈનીતાલ જય રહ્યા હતા અને આ ઘટના ઊંઘ ની જપકી આવના કારણે બની જેમાં કારની જડપ બહુ જ વધારે હતી.
વધુમાં માહિતીમાં જાણવામાં આવ્યું કે આ ઘટના શનિવારના રોજ લગભગ રાત્રિના સાડા ત્રણ વાગ્યા આસપાસ બની છે જ્યાં પુરાણપુર હાઇવે પરના શાહજહાપુર ની સીમા થી 3 કિલોમીટર પહેલા કજારી નિરંજનપુર ગામની પાસે આ ઘટના બની હતી. કાર સવાર લોકો લખનૌ થી પીલીભીત તરફ જય રહ્યા હતા. જ્યાં સામા હાઇવે પર શાહજહાપુર ની સીમા પર એક મુરગાઓને લઈને આવી રહેલ ડીસીએમ ખરાબ થઈ ગઈ હતી અને આથી ડીસીએમ સવાર મુરગાઓને બીજા વાહન માં લઈ ગ્યાં અને પોતાનું બંધ ડીસીએમ હાઇવે ના કિનારે પાર્ક કરી દીધું હતું.
જ્યાં રાત્રિના લગભગ ત્રણ વાગ્યા આસપાસ લખનઉ બાજુથી જય રહેલ કાર ની વધારે સ્પીડ ના કારણે ડીસીએમ માં પાછળ ઘૂસી ગઈ હતી. આથી કારણો આગળ નો ભાગ સંપૂર્ણ નસ્ટ થઈ કચુંબર બની ગયો હતો. કાર અબ્દુલ્લા ચલાવી રહ્યો હતો.અબ્દુલ્લા ના કાકા અને બુતુલ ના પિતા નસિમ એ જણાવ્યું કે અબ્દુલ્લા પોતાની પત્ની,પુત્રી, અને પોતાની પુત્રી બુતુલ, ભાઈ ઇઝાર ની પુત્રી મરિયમ ને લઈને કારથી નૈનીતાલ જવા માટે શનિવારે રાત્રે 11 વાગે ઘરેથી નીકળ્યા હતા. રાત્રે લગભગ સાડા ત્રણ વાગે અબ્દુલ્લા ના ફોન થી કોઈએ આ ઘટના ની જાણકારી આપી હતી.
આ દુર્ઘટના બનતા જ સહરામરું ની પોલીસ ટિમ ઘટના સ્થળે પહોચી ગઈ હતી. જેમાં કાર સવાર અબ્દુલ્લા ની 8 મહિના ની દીકરી અભિયા અને મરિયમ નો ભાઈ અમિન જીવિત જોવા મળ્યા હતા બાકીના 4 લોકોનું આ અકસ્માત માં મોત થયું હતું. ઘાયલ થયાને માસુમોને સારવાર માટે કારમાથી બહાર લઈને સારવાર માટે મોકલવામાં આવ્યા છે. જ્યારે અબ્દુલ્લા, તેમની પત્ની સાઈમાં રાહત, કાકાની દીકરી બહેન બુતુલ અને મરિયમ ના શવને પોસ્ટમોતમ માટે મોકલી દેવામાં આવ્યા છે હાલમાં તો પરિવારના એક સાથે 4 લોકોનું આવું કમકમાટીભર્યું અવસાન થવાથી પરિવારના લોકો આઘાતમાં જોવા મલી આવ્યા છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!