સાળંગપુર વિવાદ : મણીધર બાપુએ ફરી એક વખત કર્યા આકરા પ્રહાર!! કહ્યું કે “કંઈ મજબૂરી છે જે ચિત્રો હટાવાતા નથી…
તમને ખબર જ હશે કે હાલ સાળંગપુર ભીંતચિત્ર મામલો આગની જેમ સળગી રહ્યો છે,અનેક એવા મોટા મોટા સંધુ સંતો તથા મહંતો આ મામલને લીધે રોષે ભરાયા છે, એવામાં સોશિયલ મીડિયા પર પણ અનેક તસવીરો તથા મૂર્તિઓની તસવીરો વાયરલ થતા સામાન્ય જનતાનો પણ રોષમાં વધારો થયો છે. મોરારીબાપુથી લઈને કબરાઉ ધામના બાપુ સહિતના અનેક મોટા મોટા સંતો મહંતો આ મામલે કુદ્યા છે અને ભીંતચિત્રોને હટાવાની માંગણી કરી રહ્યા છે.
આ વિવાદ ફક્ત સંતો મહંતો પૂરતો જ નથી પરંતુ અનેક મોટા કલાકારો તથા લોક્સાહિત્યકારો પણ આ અંગે પોતાના નિવેદનો આપી રહ્યા છે, એટલું જ નહીં હજી બે દિવસ પૂર્વે જ એક વ્યક્તિ આ ભીંતચિત્રો પર કાળો રંગ લગાવીને ભીંતચિત્રને તોડવાના આશયથી પોહચી ગયો હતો અને ભીંતચિત્રોનો નાશ કરવાનો પ્રયાસ કર્યો હતો જે વિડીયો સોશિયલ મીડિયા પર પણ ખુબ વધારે વાયરલ થયો હતો, એવામાં જો વાત કરવામાં આવે તો ફરી એક વખત કબરાઉના મોગલ ધામના બાપુએ આ બાબતે પોતાનું નિવેદન આપ્યું છે.
મોગલ ધામના મણિધર બાપુએ પોતાનું નિવેદન આપતા જણાવ્યું હતું કે “જયારે ધર્મને કોઈ દુભાવે ત્યારે સંત હથિયાર ઉપાડી લે છે,અમે સંતો છીએ એટલે પાંચ દિવસોથી આજીજી કરીએ છીએ કે તમે ચિત્રો હટાવી લ્યો અમને ચિત્રો સાથે જ વિરોધ છે, આને કઈ મજબૂરી છે કે ચિત્રો હટાવતા નથી, કઈ એવી મજબૂરી છે ? જે અમારી માનું અપમાન કર્યું છે ભોળાનાથનું અપમાન કર્યું છે, કૃષ્ણને ગોવાળિયો કીધો છે ગાયું ચરાવા વાળો અખિલ બ્રહ્માંડનો માલિક અને છેલ્લે હનુમાનજીનું.”
મણિધર બાપુએ આગળ કહ્યું હતું કે “ઓલો સ્વામી બકવાસ કરે છે બુદ્ધિવગરનો એને એટલી ખબર છે કે તને જન્મ તારી જનેતાએ દીધો છે અને તું આવા હડાહડ અપમાન કરો છો અને ઓલો તાળિયું પાડે છે,ધ્યાન રાખો એક આદેશ છે બાપુનો અમારું તિર નથી છૂટ્યું તિર છુટશે તે દિવસે આ ભડકે બળશે.” બાપુએ આ તમામ શબ્દો પોતાની ખુબ કડક વાણીમાં કહી દીધા હતા, હવે જોવાની વાત એ રહી ગઈ કે આ વિવાદ હવે ક્યારે અંત પામશે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!