Entertainment

સની દેઓલ ની ફિલ્મ ‘ ગદર 2’ ની સક્સેસ પાર્ટી માં ફિલ્મી સ્ટારો નો જમાવડો જોવા મળ્યો…જુવો કોણ કોણ આવ્યું

Spread the love

સની દેઓલ ની હાલમાં જ રિલીઝ થયેલ ફિલ્મ ‘ ગદર 2 ‘ માં અપાર સફળતા મળી રહી છે. આ ફિલ્મ 90 ના દર્શક ની સુપરહિટ ફિલ્મ ‘ ગદર : એક પ્રેમ કથા ‘ ની સિક્વલ છે. સની દેઓલની ફિલ્મ બોક્સઓફિસ પર હિટ થયા બાદ પુરા દેઓલ પરિવાર માં ખુશીનો માહોલ જોવા મળી આવ્યો છે. આ ક્રમ માં જ 2 સપ્ટેમ્બર 2023 ના રોજ સની દેઓલ ના પિતા ધર્મેન્દ્ર પોતાના પરિવારના અન્ય સભ્યો અને બૉલીવુડ હસ્તીઓ ની સાથે ‘ ગદર 2 ‘ ની સક્સેસ પાર્ટીમાં શામિલ થયા હતા. સોશિયલ મીડિયા પર ફિલ્મ ‘ ગદર 2 ‘ ની સક્સેસ પાર્ટી ની તસવીરો અને વિડીયો મોટા ભાગે જોવા મળી આવ્યા છે.

હાલમાં જ એક વિડીયો મળી આવ્યો છે જેમાં અભિનેતા ધર્મેન્દ્ર પોતાના દીકરા સની દેઓલ ની ફિલ્મ ‘ ગદર 2 ‘ ની સક્સેસ પાર્ટી માં પહોંચતા નજર આવી રહયા છે. દિગ્ગજ અભિનેતા એ વેન્યુ ની બહાર ઉભા રહીને લોકોની માટે પોઝ પણ આપ્યા. આ પાર્ટી માટે ધર્મેન્દ્ર એ બ્લુ કલર ની ઓમ્બ્રે – શેડેડ પ્રિન્ટેડ શર્ટ પસંદ કરી હતી. તેમને પોતાની જીન્સ ને એક ટોપી અને શૂઝ સાથે પેયર કર્યું હતું. આ દરમિયાન ધર્મેન્દ્ર બહુ જ ખુશ અને ગૌરવવંતા દેખાઈ રહયા હતા કેમકે તેમના દીકરા ની ફિલ્મ એ એક મોટી ઉપ્લબ્ધી હાંસિલ કરી હતી.’ ગદર 2 ‘ ફિલ્મની સક્સેસ પાર્ટીમાં સની દેઓલ ની પણ એક ઝલક જોવા મળી આવી હતી.

આ પાર્ટીના એક વીડિયોમાં અભિનેતા ને પોતાના ભાઈ બોબી દેઓલ ની સાથે પોઝ આપતા જોઈ શકાય છે.આ દરમિયાન બંને ભાઈઓ પોત  પોતાના આઉટફિટમાં બહુ જ હેન્ડસમ લાગી રહયા હતા. જ્યાં સની દેઓલ બ્લુ કલરના સૂટમાં જોવા મળ્યા હતા તો ત્યાં જ બોબી દેઓલ ડિસ્ટ્રેકટેડ જીન્સ ની સાથે બ્લેક શર્ટ માં બહુ જ હેન્ડસમ લાગી રહયા હતા. ‘ ગદર 2 ‘ થી ફિલ્મ માં વાપસી કરનારી અમિષા પટેલ એ સક્સેસ પાર્ટીમાં સ્તાઈલીસ્ટ એન્ટ્રી કરી હતી. જ્યા ખુબસુરત અભિનેત્રી પોતાના મિત્રોની સાથે પોઝ આપતા અને તેમની સાથે વાતચીત કરી રહી હતી. પાર્ટીમાં અમિષા પટેલ એ એક હેવી એમ્બેલિશ્ડ ડ્રેસમાં પોતાની ટોન્ટ બોડીને દેખાડી હતી.

તેમના આ આઉટફિટમાં એક લાંબી ટ્રેલ વળી થાઇ હાઈ સ્લિટ સ્કર્ટ અને એક ટ્રાંસપેરેંટ ઓફ શોલ્ડર ટોપ હતું. અમિષા એ પોણા લુકને લેયર્ડ નેકલેસ, દેવી મેકઅપ, હિલ્સ અને ખુલ્લા વાળમાં પૂરો કર્યો હતો. આના સિવાય અન્ય એક વીડિયોમાં ‘ ગદર 2 ‘ ના નવા જોડાની પણ ઝલક જોવા મળી આવી હતી. બૉલીવુડ અભિનેત્રી સિમરત કૌર અને અભિનેતા ઉત્કર્ષ શર્મા એ આ પાર્ટીમાં ભાગ લીધો અને બંને પોત  પોતાના આઉટફિટ માં બહુ જ પ્યારા લાગી રહયા હતા. પાર્ટીમાં સિમરત કૌર ગ્રીન કલરના સિકિવન લહેંઘા માં ખબસુરત લાગી રહી હતી, જેની સાથે તેમને મેચિંગ ફૂલ સ્લીવ બ્લાઉઝ અને દુપટ્ટો પસંદ કર્યો હતો. ડેવી મેકઅપ અને ગુલાબ થી સજાવેલ ખુલ્લા વાળમાં તે બહુ જ ખુબસુરત લાગી રહી હતી.

ત્યાં જ ઉત્કર્ષ મરૂન કલરના પેન્ટસૂટ માં હેન્ડસમ લાગી રહ્યાં હતા. સની દેઓલના દીકરા કરણ દેઓલ અને રાજવીર દેઓલ પણ તેમની ફિલ્મ ‘ ગદર 2 ‘ ની સક્સેસ પાર્ટીમાં શામિલ થયા હતા. પાર્ટી માટે કરણ દેઓલ એ બ્લુ કલર ની ઓમ્બ્રેડ શેડ શર્ટ પસંદ કરી હતી જેને જીન્સ સાથે જોડી હતી. ત્યાં જ રાજવીર બ્લેક શર્ટ અને મેચિંગ કલર ની પેન્ટ માં હેન્ડસમ લાગી રહ્યા હતા. મનોરંજન ઈન્ડસ્ટ્રી ના  ઘણા પ્રખ્યાત ચહેરાઓ આ પાર્ટીમાં શામિલ થયા હતા જ્યા બૉલીવુડ ની પ્યારી જોડી અજય દેવગણ અને કાજોલ પણ હતા.

આ કપલ એકબીજા સાથે હાથમાં હાથ નાખીને જોવા મલયા હતા. આ પાર્ટી માં શાહરુખ ખાન અને ગૌરી ખાન પણ એકબીજા ના હાથ પકડીને પહોંચ્યા હતા. બૉલીવુડ કપલ સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણી પણ આ પાર્ટીમાં ઉપસ્થિત રહયા હતા. જ્યા બંને બહુ જ કુલ અંદાજમાં જોવા મળ્યા હતા. ‘ ગદર 2 ‘ ની સક્સેસ પાર્ટી માં સલમાન ખાન , સંજય દત્ત, સારા અલી ખાન , ઈબ્રાહીમ ખાન શાહિદ કપૂર, કાર્તિક આર્યન, વિક્કી કૌશલ, અભિષેક બચ્ચન અને અન્ય લોકો પણ ઉપસ્થિત રહયા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *