મોરારી બાપુ નો 1986 નો વિડીઓ વાયરલ ! વિડીઓ મા એવુ કીધુ કે વિડીઓ જોઈ તમે પણ….
સાળંગપુર ધામનો વિવાદનો આખરે અંત આવી ગયો છે. ભીતચીંત્રો હટાવવા બાબતે આશ્વાસન આપવામાં આવ્યું છે. આપણે જાણીએ છે કે ઘણા સમયથી વિવાદ ચાલી રહ્યો હતો કે હનુમાનજીને સ્વામિનારાયણ ભગવાનના દાસ તરીકે દર્શાવવામાં આવ્યાં હતા. આ વિવાદિત ભીંતચિત્રો હટાવવા બાબતે અનેક સાધુ સંતો મેદાને આવ્યાં હતાં.હાલમાં સાંળગપુર વિવાદનો અંત આવ્યો છે, ત્યારે વર્ષ 1986 મા મોરારી બાપુ એ કીધેલી આ વાત આજે સાચી પડી હોય એવું લાગી રહ્યું છે. હાલમાં આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે.
કિશોરદાન ગઢવી નામના ફેસબુક આઇડી પરથી આ વીડિયો અપલોડ કરવામાં આવ્યો છે.આ વીડિયોના કેપશનમાં લખ્યું છે કે, મોરારીબાપુ આજે નથી બોલતા તેમનો સમાજ ને જાગૃત કરવાનો સંદેશ તેમણે 1986ની તેમની રામકથા માં જે ધર્મમાં હનુમાનજી ને હટાવી પોતાના સંપ્રદાયને મહાન કરવા માટે જે ખાસ સંપ્રદાય યોજના પૂર્વક સમાજ ને ગેરમાર્ગે દોરે છે તેના વિશે પ્રાસાદિક જવાબ આપેલો અત્યાર ના સમય પ્રમાણે શ્રવણ કરવા જેવી વાત જે હાલ માં એનું પ્રત્યક્ષ પ્રમાણ પણ મળી રહિયું છે સમાજ ને જાગૃત થવાની જરૂર છે.
આ વીડિયોમાં મોરારી બાપુ કહે છે કે, ઘણા લોકો એમ કહે છે કે અમારા ભગવાનની સેવા હનુમાનજી કરતા. હનુમાનજી તમને સુખી રાખે. અરે અમારો હનુમાનજી તો સુગ્રીવની પણ સેવા કરતો. એ કોઈ આચાર્યની સેવા કરે એ કોણ ન પાડે છે પણ તમારો હેતુ મલિન છે. તુમ ભીતર સે મલીન હો કબૂલ ન કરો બાકી તમારી છાતી પર હાથ મૂકીને આત્માને પૂછજો. તમારું હેતું મલિન અને નિમ્ન છે.
ઘણા લોકો અમારા પાસે આવે અને અમને કહે કે , હનુમાનજીને અમે માનીએ ખરા પણ એ તો અમારા ભગવાનની સેવા કરે. હનુમાનજી એ તો વિષેશ સુગ્રીવની સેવા કરી.એ તો સંત છે સેવા જ જેમનું જીવન છે. પણ તમે જે રીતે મુકવા માંગો છો તે હેતુ સિદ્ધ નહિ થાય. હાલમાં આ વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે.