સાઉથ સ્ટાર અલ્લુ અર્જુન નું ઘર એવું ભવ્ય અને આલીશાન છે કે તેની અંદર ની જલ્કો જોઈને આંખો ફાટી જ રહી જાય… જુવો વિડિયો
ફિલ્મ ‘ પુષ્પા : ધ રાઈજ ‘ ની પછીથી હિન્દી સિનેમાના દર્શકો માં પણ અલ્લુ અર્જુન નું સારું એવું નામ બની ગયું છે. ‘ સ્ટાઇલિસ્ટ સ્ટાર ‘ કહેવાતા અલ્લુ અર્જુન ના ફોટોજ અને વિડીયો સોશિયલ મીડિયા પર ઘણીવાર વાઇરલ થતાં રહેતા હોય છે. એવામાં હવે ઇન્સ્ટ્રગ્રામ અલ્લુ અર્જુન ના ઘરે પહોચ્યું અને તેની પર્સનલ લાઈફ થી લઈને પ્રોફેશનલ લાઈફ સુધીની જલકો સોશિયલ મીડિયા પર શેર કરી.
ઇન્સ્ટ્રાગ્રામ હેન્ડલ પર અલ્લુ અર્જુન નો એક લેટેસ્ટ વિડીયો બહુ જ જડપથી વાઇરલ થઈ રહ્યો છે. વાસ્તવમાં ઇન્સ્ટ્રાગ્રામ હેન્ડલ પર અલ્લુ અર્જુન નો એક વિડીયો સામે આવ્યો છે. જેમાં તેના ઘરની થોડી જલકો જોવા મળી આવી છે.વિડિયોમાં અલ્લુ પોતાના ઘરના અલગ અલગ હિસ્સામાં જોવા મળી રયા છે અને બતાવી રહ્યા છે કે તેમની સવાર ની શરૂઆત કઈ રીતે થાય છે, અલ્લુ ઇન્સ્ટ્રાગ્રામ નું સ્વાગત કરે છે
અને વિડીયો માં તેમના ઘરમાં આવેલ સ્વિમિંગ પુલ, ગાર્ડન એરિયા વગેરે જોવા મલી આવે છે. ત્યાં જ અલ્લુ પોતાના એવોર્ડ્સ ની સાથે પણ જોવા મળી રહ્યા છે. અલ્લુ અર્જુન વિડિયોમાં બતાવી રહ્યા છે કે હું શક્ય તેટલી કુદરતી જગ્યાએ જાગવાનો પ્રયાસ કરું છું. હું ખૂબ નસીબદાર છું કે મારી પાસે એક સુંદર બગીચો છે.તે સમયે હું નક્કી કરું છું કે મારે મારો દિવસ કેવી રીતે પસાર કરવો છે. આ દરમિયાન હું ઘણો પ્રકાશ અનુભવું છું.આ પછી અલ્લુ અર્જુન કોફી પીવે છે અને શૂટિંગ માટે નીકળી જાય છે.
વીડિયોમાં અલ્લુ અર્જુન તેની કારમાં દેખાય છે જ્યાંથી તે તેના પરિવારને સવારે 1 વાગે ફોન કરે છે. પરિવાર સાથે વાત કર્યા બાદ અલ્લુ અર્જુન શૂટિંગ સેટ પર પહોંચે છે, જ્યાં મોટી સંખ્યામાં ચાહકો તેની રાહ જોઈ રહ્યા છે. આ દરમિયાન અલ્લુ તેને મળે છે અને કહે છે કે ભારતના ચાહકો બાકીના વિશ્વ કરતા તદ્દન અલગ છે. તેને શબ્દોમાં વ્યક્ત કરી શકાય તેમ નથી. અલ્લુ કહે છે કે આનાથી તેને પ્રેરણા મળે છે અને એક અભિનેતા તરીકે તે હંમેશા કંઈક નવું કરવાનો પ્રયાસ કરી શકે છે. આ પછી અલ્લુ પુષ્પા 2 ના શૂટિંગ સેટ પર પહોંચે છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
View this post on Instagram