સાળંગપુર વિવાદ વચ્ચે ખુબ મોટા દુખ ના સમાચાર સામે આવ્યા ! આ મહાન ભજન સમ્રાટ આપણી વચ્ચે નથી રહ્યા….
ગુજરાતના સુપ્રસિદ્ધ અને ભજનના ભીષ્મપિતામહ ગણાતા શ્રી લક્ષ્મણ બારોટ કૈલાશધામ સિધાવ્યા છે. તેમની આ અણધારી વિદાયથી ગુજરાતને ખુબ જમોટી ખોટ વર્તાશે. ખરેખર આ બનાવ ખુબ જ દુઃખદાયી છે. આપણે સૌ કોઈ જાણીએ છે કે લક્ષ્મણ બાપુ ભજન સમ્રાટ હતા અને તેઓ આજીવન સંતવાણી સાથે જોડાયેલા રહ્યા છે, આજે તેમના નિધનથી સંગીતનો એક સુર જાણે ઓછો થઇ ગયો હોય તેવું લાગી રહ્યું છે.
શ્રાવણ માસના આ શુભ અવસરે આજ રોજ સવારે 5 વાગ્યે લક્ષ્મણ બારોટે જામનગર ખાતે અંતિમ શ્વાસ લીધા હતા અને તેમના જીવે શિવ તરફ પ્રયાણ કર્યું. આ દુઃખદ ઘડીણ કારણે સંગીતની દુનિયામાં ભારે શોકનું વાતાવરણ છવાઈ ગયું છે. હાલમાં ચારો તરફ માત્ર તેમના નિધનના કારણે તેમના ચાહકોમાં અને કલાકારોમાં ભારે દુઃખ અને આઘાત લાગ્યો છે.
ભજનીક લક્ષ્મણ બારોટ અનેક નવોદિત કલાકરો માટે એક પ્રેરણાસ્ત્રોત સમાન હતા અને તમને જણાવીએ કે, ભજનીક નારાયણ સ્વામી તેમના ગુરૂ હતા, જેમણે સંતવાણીને એક નવું રૂપ આપ્યું. સૌથી ખાસ વાત એ કે દર મહાશિવરાત્રિમાં ગિરનારના સાનિધ્યમાં લક્ષ્મણ બાપૂ નો ઉતારો ખુબ જ પ્રસિદ્ધ છે, જ્યાં અનેક ભાવીભક્તો ભજન, ભોજન અને ભક્તિનો સમન્વય માણે છે.
બાપુના અણધાર્યા નિધનથી ધર્મ જગતમાં શોક વ્યાપી ગયો છે લક્ષ્મણ બારોટનું નિધન થતા ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકામાં આવેલ તેઓના આશ્રમમાં ગમગીનીનો માહોલ છવાયો છે. ઝઘડિયાના કૃષ્ણપુરી ગામ ખાતે લક્ષ્મણ બાપુનો આશ્રમ આવેલો છે. તેઓએ શ્રી શક્તિ ભજન પીઠાશ્રમના નામથી આદિવાસી વિસ્તારમાં પોતાનો આશ્રમ બનાવ્યો હતો.
કૃષ્ણપુરી ગામમાં તેમના દ્વારા નિયમિત ડાયરા અને ભજનના કાર્યક્રમો પણ યોજવામાં આવતા હતા. હવે, ડાયરામાં લક્ષ્મણ બાપૂની કાયમી ખોટ તો વર્તાશે પરંતુ તેમના ભજનો થકી તો તેઓ આપણા હ્નદયમાં કાયમી જીવંત રહેશે. ઈશ્વરને પાર્થના કરીએ કે શ્રી લક્ષ્મણ બારોટ બાપુની આત્માને પ્રભુ પરમ શાંતિ આપે અને પોતાના ચરણોમાં સ્થાન આપે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!