હવામાન નિષ્ણાંત અશોકભાઈ પટેલ એ કરી મોટી આગાહી ! કીધુ કે હવે 7 સપ્ટેમ્બર થી….
હાલમાં ચોમાસાએ વિરામ લીધો હોય એમ લાગી રહ્યું છે.પુરુષોતમ મહિનામાં મેઘરાજાએ પોતાનું આગમન દર્શાવ્યું હતું પરંતુ શ્રાવણ મહિનો શરૂ થતાં જ જાણે મેઘરાજા રિસાઈ ગયા હોય એવું લાગી રહ્યું છે. સમગ્ર સૌરાસ્ટ્ર માં એકાદ મહિનાથી મેઘરાજાનું આગમન જોવા મળ્યું નથી આ લાંબા ગાળાના બ્રેક બાદ હવે ફરી વરસાદી એંઘાન સામે આવી રહ્યા છે જ્યાં જાણીતા વેધર એનાલિસ્ટ અશોકભાઇ પટેલ ની એક આગાહી સામે આવી રહી છે,
અશોકભાઇ પટેલ એ જણાવ્યુ છે કે 7 સપ્ટેમ્બર બાદ વરસાદ ની ગતિવિધિ જોવા મળશે. અશોકભાઇ પટેલ એ વરસાદી માહોલ ને લઈને કહ્યું હતું કે અત્યારે આખા દેશમાં વરસાદી ખાધ 11 ટકાએ પહોચી છે પરંતુ અત્યારે વરસાદી માહોલ ને લઈને સાનુકૂળ પરિબળો જોવા મળી આવ્યા છે. ઉતર પૂર્વ બંગાળ ની ખાડીમાં અપર એર સાયકલોનીક સર્ક્યુલેશન ઉતર પચ્ચીમ બંગાળ તરફ કેન્દ્રિત થયું છે જેના લીધે આવતા ચોવીસ કલાકમાં લો પ્રેસર રૂપાંતરીત થશે
અને 2 દિવસમાં તે મધ્યપર્દેશ આસપાસ હોવાની સંભાવના જાણવામાં આવી છે, હિમાલય ની તળેટીમાં 5- 6 સપ્ટેમ્બર માં નોર્મલ જોવા મળસે તો પૂર્વ છેડો નોર્મલ કે દક્ષિણ થી નોર્મલ રહેસે. આ ઉપરાંત 7- 8 સપ્ટેમ્બર ના રોજ 3.1 કિમી ની ગતિએ ભેજનું પ્રમાણ જોવા મળશે.અશોકભાઇ પટેલ એ આગળ આગાહી કરતાં જણાવ્યુ હતું કે તા. 7 થી 10 સપ્ટેમ્બર માં બંગાળની ખાડીના સિસ્ટમના પ્રભાવ ના કારણે ફરી વરસાદી ગતિવિધિ જોવા મળશે.
જ્યાં ગુજરાતનાં રીજિયનમાં છુટ્ટાછવાયા જાપટાઓથી લઈને હળવા વરસાદ પાડવાની સંભાવના જણાવી છે. આ સાથે જ અશોકભાઇ પટેલ એ આગોતરું વરસાદી એંઘાન કરતાં જણાવ્યુ કે 10 સપ્ટેમ્બર બાદ 11 થી 18 સપ્ટેમ્બર વરસાદ માટે વધુ સાનુકૂળ વાતાવરણ સર્જાવાની શક્યતા છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!