ફિલ્મ હનુમાનના નિર્માતાઓએ નિભાવ્યું તેમનું વચન ! ફિલ્મની કુલ કમાણી માંથી રામ મંદિરમાં કર્યું આટલા કરોડનું દાન…જાણો વિગતે
પ્રશાંત વર્મા દ્વારા નિર્દેશિત સુપરહીરો ફિલ્મ હનુમાન 12 જાન્યુઆરીએ રિલીઝ થઈ હતી. તેજ સજ્જા, વરલક્ષ્મી સરથકુમાર, અમૃતા ઐયર અને વિનય રાય અભિનીત આ ફિલ્મ વિશ્વભરમાં બોક્સ ઓફિસ પર સારું પ્રદર્શન કરી રહી છે. ફિલ્મના નિર્માતાઓએ અયોધ્યા રામ મંદિર માટે વેચાતી પ્રત્યેક ટિકિટ પર 5 રૂપિયા દાન આપવાનો નિર્ણય કર્યો હતો, જે નિર્માતાઓએ આજે પૂર્ણ કર્યો છે.
ફિલ્મની ટીમે અયોધ્યામાં રામ મંદિર માટે 2,66,41,055 રૂપિયાનું દાન આપ્યું છે. આ ફિલ્મે વિશ્વભરમાં 150 કરોડ રૂપિયાનો આંકડો પાર કરી લીધો છે. ફિલ્મની ટીમનું કહેવું છે કે ફિલ્મ ‘હનુમાન’ તેના બીજા સપ્તાહમાં પણ દેશ-વિદેશમાં બોક્સ ઓફિસ પર સારું પ્રદર્શન કરી રહી છે.
પ્રી-રિલિઝ ઇવેન્ટ દરમિયાન, નિર્માતાઓએ ઉલ્લેખ કર્યો હતો કે તેઓ ફિલ્મ માટે વેચવામાં આવેલી દરેક ટિકિટમાંથી પાંચ રૂપિયા રામ મંદિરને દાન કરશે. હનુમાનના નિર્માતાઓએ સૌપ્રથમ ફિલ્મના પ્રીમિયર દરમિયાન વેચાયેલી 2,97,162 ટિકિટોમાંથી રૂ. 14,85,810નો ચેક ફાળો આપ્યો હતો, ત્યારબાદ વેચાયેલી કુલ 53,28,211 ટિકિટમાંથી રૂ. 2,66,41,055નો ફાળો આપ્યો હતો.
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતનો અવાજ વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.