મુંબઈ પુના એક્સપ્રેસ પર થયો ગંભીર અકસ્માત ! આ અકસ્માત માં 6 ગાડીઓ એક બીજા સાથે ભટકાઈ ગઈ અને…..
મિત્રો આપણે ઘણા અકસ્માતો વિશે જોયું અને સાંભળ્યું હશે આવા અકસ્માત માં અનેક લોકો ને ઇજા થાય છે તો ઘણા લોકોને પોતાના જીવ થી હાથ પણ ધોઈ બેસવો પડે છે આવા અકસ્માત લોકો ની ભૂલ, ખોટી ઉતાવળ, કે પછી ગેરસમજ ને કારણે થતા હોઈ છે, અકસ્માત નું કારણ જે પણ હોઈ પરંતુ અકસ્માત માં મૃત્યુ પામનાર લોકોના પરિવાર માં શોક નો માહોલ છવાઈ જાઈ છે.
આપડે અહીં એક એવા અકસ્માત વિશે માહિતી મેળવશુ કે જેને જોઈને તમારા પણ રુવાડા બેઠા થઇ જશે. આ માહિતી એક એવા અકસ્માત વિશે છે કે જ્યાં એક બે નહિ પરંતુ છ ગાડીઓ વચ્ચે અકસ્માત સર્જાયો હતો આ અકસ્માત ના કારણે ત્રણ લોકોને પોતાનો જીવ ગુમાવવો પડ્યો હતો જયારે ઘણાં લોકો ઘાયલ પણ થયા હતા.
આ અકસ્માત ની વિગત કંઈક આવી છે. મળતી માહિતી અનુસાર પુનાથી મુંબઈ જતા એક્સપ્રેસવે પર સવાર ના સમયે અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માત માં 3 ગાડી અને એક ટેમ્પો સહીત એક બસ અને એક ખટારા નો સમાવેશ થાય છે. મળતી જાણકારી અનુસાર આ રસ્તા પાસે એક ખટારો ઉભો હતો. તેજ સમયે આ ખટારા સાથે એક ગાડી ભટકાણી.
ત્યાર બાદ પાછળથી ફૂલ સ્પીડ માં આવતો ટેમ્પો આ ગાડી સાથે અથડાઈ ગયો. આ બંને મોટા વાહનો વચ્ચે આ ગાડીનો ભૂકો બોલી ગયો. અને તેમાં સવાર 3 લોકોના મોત થયા તેમની બોડીને આ કાર માંથી કાઢવા ગાડીને તોડવી પડી. તેના પરથી આ અકસ્માત અંગેની ગંભીરતા નો ખ્યાલ આવે છે.
અકસ્માત બાદ પોલીસ ટિમ ઘટના સ્થળે પહોંચી અને રાહત કામગીરી શરુ કરી. અને ઘટનામાં ઘાયલ લોકોને નજીક ના હોસ્પિટલ માં લઇ જવામાં આવ્યા. આ અકસ્માત બાદ મુંબઈ પુના એક્સપ્રેસ પાસે ગાડીઓ ની લાંબી લાઈનો જોવા મળી. જોકે આ અકસ્માત નું કારણ ખટારા ના ડ્રાઈવર ની ભૂલ ને માનવામાં આવે છે પોલીસે હાલ આ ડ્રાઈવર ને હિરાસત માં લીધો છે.