IndiaNational

પુત્રના જન્મ ની ખુશીઓ ઉજવવા જતા પરિવાર પર એકા એક સર્જયા દુઃખ ના વાદળો અકસ્માત માં પિતા અને પુત્ર…..

Spread the love

મિત્રો આપણે સૌ જાણીએ છીએ, તેમ છેલ્લા ઘણા સમયથી દેશ અને રાજ્યમાં અકસ્માતોની સંખ્યામાં સતત વધારો જોવા મળી રહ્યો છે. આપણે જયારે પણ ફોન કે છાપુ ખોલિએ છિએ કે તરત આવી ઘટનાઓ નજરે પડે છે. અકસ્માત ના કારણે લગભગ રોજ અનેક લોકો પોતાનો જીવા ગુમાવ્તા હોઈ છે. આવા અકસ્માતો એક કે બીજી વ્યક્તિની ગેર સમજ કે ભૂલ ના કારણે થતાં હોઈ છે.

અકસ્માતમાં જીવ ગુમાવનાર વ્યક્તિના પરિવાર પર શું વીત્તી હોય. તે આપણે સૌ જાણીએ છીએ કારણ કે પોતાના સ્વજનને ખોવાનું દુઃખ કેટલું હોય છે. તેનાથી આપણે સૌ માહિતીગાર છીએ. આપણે અહીં એક એવાજ અકસ્માત વિશે વાત કરવાની છે કે જ્યાં નવા બાળકની ખુશીઓ ઉજવ્તા પરિવાર પર દુઃખ આવી પડ્યું. એક અક્સ્માત માં આ પરિવાર ના પિતા અને પુત્રનુ મોત થયું હતું. જો વાત આ અક્સ્માત વિશે વિસ્તારથી કરીએ તો તે આ પ્રમાણે છે.

મળતી માહિતી અનુસાર આ અક્સ્માત ગામ ઝાગરા પાસે આવેલ કોરકોમા રોડ પર સર્જાયો હતો અહીં એક માલ વાહક ગાડી અને એક સ્કૂટર વચ્ચે ટક્કર થતાં અકસ્માત સર્જાયો હતો. જો વાત આ અકસ્માત વિશે કરીએ તો અકસ્માત માં એક પિતા અને તેના સાત વર્ષ ના બાળક નું અવસાન થયું હતું.

જો વાત મૃત્યુ પામનાર લોકો અંગે કરીએ તો તમને જણાવી દઈએ કે અક્સ્માત માં મૃત્યુ પામેલા વ્યક્તિ નું નામ લાભો અગરિયા કે જેમની ઉંમર 35 વર્ષ છે તે અને તેમનો મોટો પુત્ર સાગર કે જેની ઉંમર સાત વર્ષ છે તેમના મૃત્યુ થયા હતા. આ લોકો રાજગામર ગ્રામ પંચાયતના આશ્રિત ગામમા આવેલ આમંડના રહેવાશી હતા.

આ વ્યક્તિ મજૂરી કરીને પરિવાર નું ભારણ પોષણ કરતો હતો તમને જણાવી દઈએ કે આ વ્યક્તિને ઘરે હમણાં જ પુત્ર નો જન્મ થયો હતો. જેના કારણે તેની છઠના કાર્યક્રમના આયોજન માટે તૈયારીઓ શરૂ હતી. જેના ભાગ રૂપે લાભો તેના સાત વર્ષના મોટો પુત્ર સાગર સાથે આ કાર્યક્રમ માટે આમંત્રણ આપવા માટે પોતાના સાસરે કેસલપુર ગામ જવા નીકળ્યો હતો. જ્યારે તેમની પત્ની ઘરે અન્ય કામો માં વ્યસ્ત હતી.

આ સમયે તેઓ જ્યારે ઝાગરા પાસે કોરકોમા રોડ પર પહોંચ્યા ત્યારે ભુલસીડીહ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ બેરિયરની સામે આવેલ માધાબહાર મોર કલ્વર્ટ પાસે સામેથી આવી રહેલ પીકઅપ સાથે અથડાતા અક્સ્માત સર્જાયો હતો. આ અકસ્માત એટલો ભયાનક હતો કે માસૂમ બાળકનું ઘટનાસ્થળે જ મોત થયું હતું જયારે લાભો ભાઈ ગંભીર રીતે ઘાયલ થયો હતા. આ ઉપરાંત મોપેડના આગળના ભાગને નુકસાન થયું હતું.

જો વાત આ પીકઅપ અને સ્કૂટર અંગે કરીએ તો તમને જણાવી દઈએ કે આ સ્કૂટર નો નંબર CG 12 AC 5602 જયારે આ પીકઅપ નો નંબર CG 13 L 0833 હતો. આસપાસ ના લોકો દ્વારા અકસ્માત અંગે પોલીસ ને જાણ કરવામાં આવી તેના પછી પોલોસ્ ટીમ ઘટના સ્થળે પહોચી અને આ પિતા અને પુત્રને સંજીવની એક્સપ્રેસ દ્વારા જિલ્લા હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા હતા. કે જ્યાં ડોક્ટરોએ તપાસ કર્યા બાદ બંનેને મૃત જાહેર કર્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *