Gujarat

પરીક્ષા આપવા આવી રહેલ પરિવાર પર કાળ થઈ ને પહોચ્યો ટ્રક જેના કારણે અકસ્માત સર્જાતા માતા પિતા ના મોત જ્યારે પુત્ર……

Spread the love

મિત્રો આપણે સૌ જાણીએ છીએ, તેમ છેલ્લા ઘણા સમયથી દેશ અને રાજ્યમાં અકસ્માતોની સંખ્યામાં સતત વધારો જોવા મળી રહ્યો છે. આપણે જયારે પણ ફોન કે છાપુ ખોલિએ છિએ કે તરત આવી ઘટનાઓ નજરે પડે છે. અકસ્માત ના કારણે લગભગ રોજ અનેક લોકો પોતાનો જીવા ગુમાવ્તા હોઈ છે. આવા અકસ્માતો એક કે બીજી વ્યક્તિની ગેર સમજ કે ભૂલ ના કારણે થતાં હોઈ છે.

પરંતુ દરેક અકસ્માત આવી જ રીતે થતા હોય તેમ જરૂર નથી ઘણી વખત સામેના પક્ષકારની ભુલ ના કારણે અન્ય વાહન ચાલાક ને તેના માઠા પરિણામો ભોગવ્વા પડે છે. જેમાં તેને પોતાનો જીવ પણ ગુમાવવા પડે છે. અકસ્માતમાં જીવ ગુમાવનાર વ્યક્તિના પરિવાર પર શું વીત્તી હોય. તે આપણે સૌ જાણીએ છીએ કારણ કે પોતાના સ્વજનને ખોવાનું દુઃખ કેટલું હોય છે. તેનાથી આપણે સૌ માહિતીગાર છીએ.

આપણે અહીં આવાજ એક અક્સ્માત વિશે વાત કરવાની છે કે જ્યાં એક રિક્ષા અને એક ટ્રક વચ્ચે અક્સ્માત સર્જાયો હતો. આ અકસ્માત માં માતા પિતાએ પોતાના જીવ ગુમાવ્યા હતા જ્યારે તેમનો પુત્ર ગંભીર રુપથી ઘાયલ થયો હતો.

જો વાત આ અકસ્માત વિશે વિસ્તારથી કરીએ તો આ અકસ્માત ગાંધીનગરનાં રાંધેજા રેલવે ફાટક નજીક સર્જાયો હતો. અહીં એક પૂર ઝડપે આવતા ટ્રકે એક આગળ જઈ રહેલ રિક્ષાને ટક્કર મારી હતી જેના પરિણામે આ અકસ્માત સર્જાયો હત્તો. જોરદાર ટક્કર ના કારણે રિક્ષા આગળ જઈને એક પુલથી નીચે ઉતરી ગઈ હતી. જેના પછી રિક્ષાની પાછળ ટ્રક પણ આ પુલથી નીચે ધસી આવતાં રિક્ષા ટ્રક ની નીચે ચેપાઇ ગઈ હતી.

આ ગંભીર અકસ્માત ના કારણે એક પિતા અને માતા નું મોત થયું હતું જ્યારે તેમના પુત્રને ગંભીર ઈજા પહોચી હતી. જો વાત આ અક્સ્માત માં ઈજા પામેલ અને મૃત્યુ પામેલ લોકો અંગે કરીએ તો તમને જણાવી દઈએ કે આ પરીવાર મહેસાણા જિલ્લાના કડી તાલુકાના જગુદણ ગામના રહેવાસી હતા. જો વાત આ અકસ્માત માં મૃત્યુ પામેલા લોકો અંગે કરીએ તો આ અકસ્માત માં પિતા કાંતિભાઈ સોલંકી અને માતા રમીલાબેન મૃત્યુ પામ્યા હતા.

જયારે તેમનો પુત્ર જીમી કે જેની ઉંમર 19 વર્ષ છે તેને ગંભીર રુપથિ ઈજા પહોંચી હતી. તમને જણાવી દઈએ કે જીમી સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીઓ કરતો હોવાથી આવતીકાલે દોડની પરીક્ષા હતી. આ કારણે માતા પિતા અને પુત્ર રિક્ષામાં ગાંધીનગર તરફ આવી રહ્યા હતા. જ્યારે આ અક્સ્માત સર્જાયો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *