યુવતીનો પ્રેમ પડ્યો યુવક માટે ભારે યુવતીના પરિવારે આપી એટલી આકરી સજા કે યુવકનું મોત થઇ ગયું જયારે તેના ગુપ્ત ભાગો…….
મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે માનવી ઘણો લાગણીશીલ છે. અને પોતાના આવા સ્વભાવ ના કારણે તે સમગ્ર જીવનમાં અનેક લોકો સાથે સંબંધ બાંધે છે, જે પૈકી પ્રેમ એક છે. આપણે સૌ જાણીએ છીએ કે યોગ્ય વ્યક્તિ સાથે પ્રેમ થાય તે ઘણું ફાયદા કારક છે. યોગ્ય વ્યક્તિના કારણે જીવન સારી રીતે વીતે છે. જયારે તેનાથી ઉલટું અયોગ્ય વ્યક્તિ સાથે થયેલ પ્રેમ વ્યક્તિના જીવન ને ઘણું જ નુકસાન પણ પહોંચાડી શકે છે.
મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે પ્રેમ આંધળો હોઈ છે તેવું લોકો કહે છે. એક વાર પ્રેમમાં પાડનાર લોકો કઈ પણ વિચારતા નથી અને એક બીજાની સાથે રહેવા માટે અનેક પ્રયાસો કરે છે આ માટે તેઓ પોતાના પ્રેમની ખાતર કોઈ પણ ની સામે લાડવા માટે તૈયાર થઇ જાય છે. પછી ભલે સામે સમગ્ર વિશ્વ કે પોતાનો ખુદનો પરિવાર પણ કેમ ના હોઇ. તેઓ કોઈના વિશે વિચારતા નથી. પરંતુ આવો પ્રેમ ઘણી વખત પ્રેમ કરનાર ને ઘણો ભારે પડી શકે છે. જેના માઠા પરિણામો પણ તેને ભોગવવા પડે છે. અને ઘણી વખત પોતાએ કરેલા પ્રેમ ની સજામાં તેને મોત પણ નસીબ થાય છે.
આવો જ એક કિસ્સો હાલ સામે આવ્યો છે કે જ્યાં એક યુવકને યુવતી સાથે પ્રેમ કરવો ભારે પડ્યો છે. યુવક યુવતીના પ્રેમ અંગે જાણ થતા યુવતીના પરિવાર ના લોકોએ આ યુવક ને ઢોર માર માર્યો હતો. આ ઉપરાંત તેના ગુપ્ત ભાગો પર પણ હુમલો કર્યો હતો. જેના કારણે આ યુવકનું મૃત્યુ થયું હતો. તો ચાલો આ બનાવ વિશે વધુ માહિતી મેળવીએ. કે જ્યાં યુવતીના પરિજનોએ યુવકની મારી મારી ને હત્યા કરી છે.
મળતી માહિતી અનુસાર આ બનાવ વડોદરા જિલ્લાના પાદરા તાલુકાના ચોકારી ગામની છે. અહીં એક પ્રેમી ની પ્રેમિકા ના કુટુંબજનો એ હત્યા કરી છે. તમને જણાવી દઈએ કે આ વિસ્તાર માં રહેતા એક યુવક કે જેનું નામ જયેશ હતું અને જેની ઉમર 20 વર્ષ હતી. તેને પ્રેમના બદલામાં મોત નસીબ થઈ છે. જો વાત આ યુવક અને યુવતીના પ્રેમ પ્રકરણ અંગે કરીએ તો તમને જણાવી દઈએ કે જયેશ રાવળ એક યુવતીના પ્રેમમાં હતો. જો કે આ પ્રેમ પ્રસંગથી યુવતીના પરિવાર ના લોકોને વાંધો હતો.
જેના પછી જયારે આ યુવતીના પરિજનોને આ પ્રેમ પ્રસંગ અંગે જાણ થઇ ત્યારે સૌ પ્રથમ તેમણે જયેશ ને તેના ઘરેથી અપહરણ કર્યું અને બાદમાં તેને ઝાડ સાથે બાંધી પણ દીધો અને તેને સાડી પણ પહેરાવી. ઝાડ સાથે બાંધ્યા બાદ ત્રણ થી ચાર લોકો દંડા વડે તેને ઢોર માર મારવા લાગ્યા. અને તેના ગુપ્ત ભાગો પર પણ માર માર્યો આ કારણે જયેશનું મૃત્યુ થયું હતું. જો કે આ ઘટના અંગે એક વિડિઓ પણ વાયરલ થઇ રહેલ છે.
મૃતક યુવક નો પરિવાર હાલ ન્યાય ની માંગણી કરે છે, જયેશ ની બહેનના જણાવ્યા અનુસાર આરોપી વ્યક્તિઓ જયેશને ઘરેથી ઢસડીને લઇ ગયા હતા. અને તેને પણ માર માર્યો હતો. આ સમગ્ર ઘટના અંગે પોલીસને માહિતી મળતા પોલીસ ટિમ ઘટના સ્થળે પહોંચી અને મૃતક નો સવ કબ્જે કરી પોસ્ટમોર્ટમ ની પ્રકરીયા હાથ ધરી. ઉપરાંત આ ઘટના માં 4 લોકો ને પકડવામાં આવ્યા છે. તેમના પર જયેશ ના અપહરણ અને તેને મારવાનો ગુનોહ દાખલ છે.