દારૂના કારણે અનેક પરિવારના કુળ દીપકો બુજાઈ ગયા! ગાડી અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાતા ચાર લોકના મોત જો કે અકસ્માત બાદ…
મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે છેલ્લા ઘણા સમયથી દેશ અને રાજ્યમાં અકસ્માત ને લાગતા બનાવોમાં વધારો જોવા મળી રહ્યો છે આપણે જયારે પણ છાપા કે ફોનમાં જોઈએ ત્યારે લગભગ એકાદ અકસ્માત નો બનાવ સામે આવે જ આવા અકસ્માત ને કારણે અનેક લોકોને પોતાના જીવ ગુમાવવા પડે છે જયારે અકસ્માત ને કારણે અનેક લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થાય છે કે તેમના શરીરના અંગો પણ ખરાબ થઇ જાય છે.
ખરેખર અકસ્માત એ ઘણી દુખદ ઘટના છે કારણકે આવા અક્સ્માતોના કારણે અનેક લોકોને પોતાના સ્વજનો ખોવા પડે છે. આવા અકસ્માત સર્જાવવાનું મુખ્ય કારણ એક યા બીજા વચન ચાલકની ભૂલ કે ગેર સમજ હોઈ છે આપણે અહી એક આવાજ અકસ્માત અંગે વાત કરવાની છે કે જેના કારણે લગ્નની ખુશીઓ શોકમાં ફેરવાઈ ગઈ હતી. આ ગંભીર અકસ્માત ની વિગતો આ પ્રમાણે છે.
મળતી માહિતી અનુસાર આ અકસ્માત ઉતર પ્રદેશના કાનપુર પાસે સર્જાયો હતો અહી એક ગાડી અને ટ્રક વચ્ચે જોરદાર ટક્કર થઇ હતી. આ સમયે ગાડીમાં ૬ મિત્રો સવાર હતા આ તમામ લોકો રમઈપૂર માં લગ્નમાં જઈ રહ્યા હતા ત્યારે આ અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માત એટલો વિકારળ હતો કે ગાડીના ભુક્કા થઇ ગયા હતા અને ગાડીમાં ફસાયેલા લોકોને ગાડીની છત ને કાપીને બહાર કાઢવામાં આવ્યા હતા.
જો કે અકસ્માત ના કારણે ગાડીમાં સવાર ૨ મિત્રો ઘટના સ્થળે જ મૃત્યુ પામ્યા જયારે ૨ મિત્રોને હોસ્પીટલમાં સારવાર માટે લઇ જવામાં આવ્યા હતા કે જ્યાં તેમને મૃત જાહેર કરવામાં આવ્યા હતા. જો કે હજુ પણ ગાડીમાં સવાર ૨ લોકો કેજેઓ અકસ્માત ને કારણે ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે એમની તપાસ ચાલી રહી છે પરંતુ તેમની સ્થિતિ ઘણી નાજુક છે.
જો વાત ગાડીમાં સવાર લોકો અંગે કરીએ તો તેમાં નીનીત, રામજી, સંદીપ પાલ અને અભીનીષ પાલ સવાર હતા કે જેમની મૃત્યુ થઇ છે જયારે ગાડીમાં સવાર અન્ય દિલીપ કનોજીયા અને નીતિન ચોરશીયા ની સારવાર ચાલી રહી છે. અને તેમની હાલત ગંભીર છે. પોલીસ ને ઘટના અંગે માહિતી મળતા ઘટના સ્થળે પહોચી અને તપાસ શરુ કરી હતી. જણાવી દઈએ કે અકસ્માત માં મૃત્યુ પામેલા ત્રણ લોકો પોતાના માતા પિતાના એકના એક સંતાનો હતા.
અકસ્માત ને કારણે ટ્રક પાસેના ખાડામાં પડી ગયો હતો જે બાદ ટ્રક ડ્રાઈવર ફરાર થઇ ગયો હતો. જોકે પોલીસ તપાસ માં ગાડીમાંથી દારૂ અને બીયર ની બોટલો અને બીયરો મળી આવ્યા છે તે પરથી એવું અનુમાન છે કે ગાડીમાં સવાર યુવકો દારૂ પિતા હોવાથી તેમને ગાડી પરથી નિયંત્રણ ખોઈ બેસતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માત ને લઈને રાજ્યના મુખ્ય મંત્રી યોગી આદિત્ય નાથે પણ શોક પ્રકટ કર્યો છે.