India

ખાંડણી વેચવા વાળી દીકરી એ જીવનમાં એવા સંઘર્ષ કર્યાં કે સબ ઇન્સ્પેકટર બની! જાણો તેમની…

Spread the love

કેહવામાં આવે છે કે સપનાઓને ઉડાન આપવામાં આવે તો મહિલા ઘરથી નીકળીને શું નથી કરી શકતી. એવી જ કઈક વાત છે પોલીસ સબ ઇન્સ્પેકટર પજ્ઞશીલા તીરુપડેની. જેણે mpac ની પરીક્ષા સફળતા થી પાસ કરી અને આ હોદો પ્રાપ્ત કર્યો.ખાસ વાત એ છે કી તેવોએ આ હોદો પ્રાપ્ત કરવામાટે ખુબ સંઘર્ષ કર્યો હતો. પજ્ઞશીલા પેહલા પથ્થર માંથી ખાંડણી બનાવીને ને વહેચતી હતી. પણ તેણે કોઈ વાર સપના જોવાનું નથી છોડ્યું અને પોતાના સપનાને પુરા પણ કર્યાં.

તેવોની આ કહાની આઈપીએસ અધિકારી દીપાંશુ કાબરએ પોતાના સોશિયલ મીડિયાના એકાઉંન્ટમાં શેયર કર્યું હતું. દીપાંશુ કાબર એ કહાની શેયર કરતા બધાને મેસેજ આપ્યો કે,પરિસ્થિતિ એ આપણી ઉડાનને રોકી શક્તિ નથી. ઘણીવાર જો કોઈ મહિલા લગ્ન પછી કઈક કરવા માંગે તો તેના પર હજારો સવાલ ઉઠાવીને તેને રોકી દેવામાં આવે છે. પરંતુ પજ્ઞશીલાને તેના પતિનો પૂરો સાથ મળ્યો છે. જેના દમ પર જ તે તે આ મુકામ હાંસલ કરી શકી.

દીપાંશુ કાબરાએ તેની ટ્વીટમાં આગળ લખે છે કે પજ્ઞશીલાના ઘરની હાલત જરાય ઠીક હતી નહી.તે તેના પતિ સાથે મજુરી કરવા જતી હતી. તેના પતિ તેણે આગળ વધારવા માંગતા હતા. એટલે તેણે પજ્ઞશીલાને અભ્યાસ પૂર્ણ કરાવ્યો. પજ્ઞશીલાએ ખાંડણી વેચીને અને મજુરી કરી ને ગ્રેજુએટની ડીગ્રી મેળવી હતી. એના પછી તેણે mpacની પરીક્ષા આપી અને તેમાં સફળતા પણ હાસંલ કરી. આવી રીતે તેણે સબ ઇન્સ્પેકટર બનવાનું સફર કર્યું.

 

સોશિયલ મીડિયા પર પજ્ઞશીલાની ૨ તસ્વીરો વાયરલ થય રહી છે. પેહલી ફોટોમાં તેના માથા પર ખાંડણી જોવા મળે છે અને બીજી જ ફોટોમાં ઇન્સ્પેકટરની વર્દીમાં તેના પરિવાર સાથે જોવા મળે છે. આ બને ફોટોને જોડીને તેનો સંઘષ અને સફળતાની કહાની બતાવામાં આવી છે. પણ જયારે આ બાબતે પજ્ઞશીલા સાથે વાત કરવામાં આવી તો તેણે ખુલાસો કર્યો કે પેહલી તસ્વીર એની નથી. તેનું કેહવું છે કે તે મહિલા એના જેવજી દેખાય આવે છે પણ તે નથી.તેણે કહ્યું કે તેણે પોતાના જીવનમાં ખુબ સંઘર્ષ કર્યો છે. પરંતુ તેણે કોઈ વાર ખાંડણી નથી વેચી.

પજ્ઞશીલા તોરુપડેનું કેહવું છે કે તેની કહાની ને ખોટી રીતે કેહવામાં આવી રહી છે. તે જણાવે છે કે તેવોએ ઘણા ખરાબ હાલાતોનો સામનો કર્યો છે. આ હોદો પ્રાપ્ત કરવા માટે તેણે ખુબ સંઘર્ષ કરવો પડ્યો છે. તેવોએ લવ મરેજ કર્યાં હોવાથી તેને તેના પતિ સાથે નાસિક શિફ્ટ થવું પડ્યું હતું. ત્યાં તેઓએ ગ્રેડુએટ માટે નો અભ્યાસ કર્યો. એની સાથો સાથ તે સરકારી ભરતીની તૈયારી કરતા હતા. વર્ષ ૨૦૧૨ માં એમએસ પાસ કર્યું અને ૨૦૧૩માં તેઓએ સબ ઇન્સ્પેકટરનું પદ હાસંલ કર્યું.

આ ફોટોમાં તેની સાથે તેના પતિ સાસુ અને તેના બાળકો પણ નજર આવે છે. પરંતુ પછી ક્યાંકથી કોઈક એ કોઈક ખાંડણી વેચવા વળી મહીલાની સાથે એની કહાની જોડી અને વાયરલ કરી નાખી. તેમનું કેહવું છે કે તેનું મોઢું એ તે મહિલા સાથે બોવ જ મળતી આવે છે. આ કારણે લોકોને આવી કન્ફયુઝન ઉભી થય હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *