હચમચાવી દેતી ઘટના ૧૬ વર્ષીય દીકરી ના માથે આગ નું તણખલું પડતા મોત નીપજયુ,જાણો કયા બની ઘટના.
અમુકવાર લોકો ના માથે અણધારી મુસીબતો આવી પડતી હોય છે. જેના કારણે પરિવાર ને ખૂબ જ સહન કરવાનો વારો આવે છે. અમુકવાર એવી દુર્ઘટના બનતી હોય છે કે પરિવાર ની માથે મહામુસીબતો આવી પડે છે. એવી જ એક ઘટના ભાવનગર જીલ્લા ના શિહોર તાલુકાના એક ગામ ની સામે આવી છે. જેમાં દુર્ઘટના માં એક ૧૬ વર્ષ ની દીકરી નું નિધન થઈ ચૂક્યું છે.
ભાવનગર જિલ્લા ના શિહોર તાલુકાના ગઢુલા ગામે રહેતા રમેશભાઇ ચોહાણ ની પુત્રી એક દુર્ઘટના માં મૃત્યુ પામી છે. પ્રાપ્ત માહિતી મા જાણવા મળ્યું કે શિવાનીબહેન રમેશભાઇ ચોહાણ પોતાના ઘરે રસોઈ બનાવી રહ્યા હતા તે દરમિયાન તેનું અકસ્માતે મોત નિપજ્યું હતું.
શિવાનીબહેંન પોતાના ઘરે રસોઈ વાળા રૂમ માં ચૂલા પર રસોઈ બનાવી રહ્યા હતા તે દરમિયાન ચૂલા માંથી એક આગ નું તણખલું ઊડીને મેળા માં કડબ નો જથ્થો જ્યાં રાખેલો હતો ત્યાં પડ્યું હતું. આ આગ નું તણખલું કડબ ના જથ્થા માં પડતા તેમાં આગ લાગી હતી. આગ લાગેલી કડબ શિવાની ના માથે પડી હતી. અને શિવાની અચાનક દાઝવા લાગી હતી.
શિવાની ના માથે કડબ પડતા તે બૂમાબૂમ કરવા લાગી હતી. આ દરમિયાન ઘર ના લોકો તેની પાસે દોડી આવ્યા હતા. ઘર ના લોકો એ પાણી નો છટકાવ કર્યો હતો છતાં પણ તેને ઇજા થઇ હતી અને ગંભીર હાલતે શિવાની ને શિહોર નાં સરકારી દવાખાને ખસેડવામાં આવી હતી. અને શિવાની ત્યાં મૃત્યુ ને ભેટી હતી. આ અંગે ની જાણ સોનગઢ પોલીસ ને થતાં પોલીસે આગળ ની કાર્યવાહી હાથ ધરી હતી. પરિવારે માત્ર ૧૬ વર્ષ ની દીકરી ને ગુમાવી દેતા પરિવાર માં શોક ની લાગણી ફરી વળી હતી.