તાજમહેલ ની અંદર બંધ પડેલ 20 રૂમો માં એવું તે શું છે કે ત્યાં જવાની મનાઈ છે, એ.એસ.આઈ એ બહાર પાડી તસ્વીર અને કહ્યું કે,,,જુઓ તસ્વીર.
વિશ્વ ની સાત અજાયબીઓમાંની એક અજાયબી ભારત માં આવેલી છે. તે છે તાજમહેલ. તાજમહેલ ની વાત કરી એ તો તેમાં મુમતાજ ની કબર આવેલી છે. તાજમહેલ ને પ્રેમ ની નિશાની ગણવામાં આવે છે. તાજમહેલ નું કલાત્મક કોતરીણી કામ જોવા વિશ્વ માંથી પણ લોકો ભારત માં આવતા હોય છે. તાજમહેલ નું બાંધકામ ઘણા જ વર્ષો પહેલા થયું છે છતાં પણ તેની કલાકૃતિ હજુ પણ એવી ને એવી છે.
તાજમહેલ ટુરિસ્ટરો માટે આકર્ષણ નું કેન્દ્ર બની ગયું છે. લોકો તાજમહેલ ને જોવા દૂર દૂર થી આવે છે. તાજમહેલ સાથે અનેક વાતો જોડાયેલી છે. તાજમહેલ આગ્રા માં આવેલ છે. અત્યારે સમાચારો માં તાજમહેલ ખુબ જ ચર્ચા નો વિષય બની રહ્યો છે. તાજમહેલ માં તાજેતર માં જ સર્વેક્ષણ ચાલી રહ્યું હતું. જેને લઇ ને એ.એસ.આઈ એ કેટલીક તસવીરો બહાર પાડી છે. હાલમાં તાજમહેલ માં 22- રૂમ બંધ પડેલા છે તે વિવાદો નું કારણ બનેલું છે.
તાજમહેલ ના મુખ્ય મકબરા માં નીચે ભોંયરામાં રુમમો આવેલા છે. જેને લઈને ઉત્તરપ્રદેશ ના અયોધ્યા જિલ્લા ના ભાજપ પ્રભારી મંત્રી એ 4-મેં ના રોજ હાઇકોર્ટ માં અરજી કરી હતી. તેમનું કહેવું છે કે તાજમહેલ માં જે 20 રૂમ આવેલા છે તેમાં હિન્દુ દેવી દેવતાઓ ની મૂર્તિઓ આવેલી છે. એ.એસ.આઈ દ્વારા કેટલીક તસવીરો બહાર પાડવામાં આવેલી છે. આ અંગે અલ્હાબાદ હાઇકોર્ટ માં આ દેવી દેવતાઓ ની મૂર્તિઓ બાબતે તપાસ કરવા માટે અરજી કરવામાં આવી હતી.પરંતુ કોર્ટ દ્વારા આ અરજી ફગાવી દેવામાં આવેલી છે.
એ.એસ.આઈ ના સર્વેક્ષણ મુજબ બંધ રૂમ માં પ્લાસ્ટર અને ચુના પેનિન્ગ સહીત રીનોવેશન નું કામ કરવામાં આવેલું છે તેમ જણાવી રહ્યા છે. અને આધિકારે એ જણાવ્યું કે, તાજમહેલ માં ભોંયરા સુધીઓ પહોંચવા રૂમો ના સંરક્ષણ નું કામ કરવામાં આવ્યું હતું. અને આ માટે લગભગ 6-લાખ રૂપિયા નો ખર્ચ થયો હતો. આ બંધ રૂમ માં કોઈ ને પ્રવેશવાની પણ મનાઈ નથી. જુઓ તસવીરો.