પુત્ર ના લગ્ન માં પિતા એ હેલિકોપ્ટર માં જાન જોડી, જાન હેલિકોપ્ટર માં આવતા જ ગામના લોકો ના ટોળેટોળા વળી ગયા.જુઓ ફોટા.
લગ્ન માં હાલ ઘણા બધા લોકો નવા નવા પેંતરા બહાર કાઢે છે. હવે વરરાજા જાન લઇ ને જાય ત્યારે મોંઘી મોંઘી ગાડીઓ માં જાન લઇ ને જતા દેખાતા નથી કે ઘોડા ગાડી માં પણ જાન લઇ ને જતા નથી. હવે વરરાજા અલગ રીતે જ એન્ટ્રી પાડે છે. અને અવનવા પેંતરા કરે છે. હમણાં જ સુરત માં એક વરરાજા એ સુંદર રીતે જાન નું આયોજન કર્યું હતું અને તે પોતે બળદગાડા પર જાન લઇ ને આવ્યા હતા. અને લગ્ન ના ચાંદલાની રકમ દાન માં આપી હતી.
અને હાલમાં જ ભાવનગર માં એક વરરાજા પોતે જે.સી.બી માં જાન લઇ ને આવ્યા હતા. હાલમાં એક લગ્ન ની જાન ની સુંદર ઘટના સામે આવી છે. પિતા એ પોતાના દીકરા નું સપનું પૂરું કરાવા પોતાની આખી ઝીંદગી ની કમાણી દાવ પર લગાવી દીધી છે. મંદસોર ના રહેવાસી રમેશભાઈ ના દીકરા યશવંત ના લગ્ન માં પિતા એ એવું કર્યું કે લોકો જોતા રહી ગયા. મેશભાઈ ખેતી નું કામ કરે છે.
રમેશભાઈ કહે છે કે મોટા મોટા લોકો ના દીકરાઓ ના જયારે લગ્ન હોય ત્યારે તે લોકો હેલીકૉપ્ટર માં જાન લઈને જતા હોય છે અને ખુબ જ રૂપિયા વાપરતા હોય છે. રમેશભાઈ ને થયું કે તે પોતાના દીકરાના લગ્ન ને યાદગાર બનાવવા માટે પોતે પણ પોતાના દીકરા ના લગ્ન ની જાન હેલીકૉપટર માં જોડે અને આ માટે તેણે દીકરાના લગ્ન માં હેલિકોપ્ટર બુક કરાવ્યું. અને દીકરાની જાન હેલીકૉપ્ટર માં લઇ ગયા. જમાઈ ની જાન હેલિકોપ્ટર માં આવતા દીકરીવાળા ના ઘર ના પણ રાજી થયા હતા. અને આખા ગામના લોકો ઉમટી પડિયા હતા.
રમેશભાઈ ના પુત્ર યશવંત સાથે વાત કરતા તેણે કહ્યું કે તેની ઈચ્છા મોટી મોટી લક્સરીયસ ગાડી માં જાન જોડાવાની ઈચ્છા હતી. પણ તેના બદલે તેના પિતા એ તેનાથી પણ એક સ્ટેજ ઉપર હેલિકોપ્ટર માં જાન લઇ ગયા. તેને કહ્યું કે તે પોતાનો ખુબ ખુબ આભાર માને છે. તે પોતે પોતાના આ કાર્ય થી ખુબ જ ખુશ છે. તેમ કહ્યું હતું.