Gujarat

ગુજરાત ના લોકો માટે રાહત ના સમાચાર અંબાલાલે કરી વરસાદ ની આગાહી, ગુજરાત માં આ તારીખે આવી શકે છે વરસાદ.

Spread the love

ગુજરાત અને ભારત માં હાલ ગરમીનો પારો હાય લેવલે પહોંચી ગયો છે. અત્યારે ગુજરાત માં ગરમી નો પારો 41-42 ડિગ્રી એ નોધાન્તો હોય છે. લોકો ગરમી થી બચવા દરિયાનો સહારો લેતા હોય છે અને કેટલાક લોકો વોટરપાર્ક નો સહારો લેતા હોય છે. ગરમી ની વચ્ચે લોકો માટે હવે રાહત ના સમાચાર આવેલા છે. ગુજરાત માં વહેલું ચોમાસુ શરુ થવાની સંભાવનાઓ છે.

હવામાન વિભાગ ના જાણકાર એવા અંબાલાલ પટેલે મહત્વની આગાહીઓ કરી છે. અંબાલાલ ના જણાવ્યા મુજબ ગુજરાત માં 15 જૂન ની આસપાસ ચોમાસુ વરસાદ શરુ થવાની આગાહીઓ વ્યક્ત કરવામાં આવેલી છે. ગુજરાત માં 10 જૂન પછી ધીરે ધીરે વરસાદ શરુ થવાની સંભાવનાઓ છે. વધુમાં અંબાલાલ અને મોસમ વિભાગે જાણકારી આપી કે આગામી 24 મેં ના રોજ ગાજવીજ સાથે હળવા વરસાદ ના ઝાપટા પડી શકે છે.

રાજ્ય માં વરસાદ ની આગાહીઓ વચ્ચે હવે 24 મેં થી પ્રિમોન્સુન ની કામગીરી શરુ કરવામાં આવશો. જોકે ચોમાસા પહેલા ઉત્તર મધ્ય અને દક્ષિણ મા 15 જૂન પહેલા હળવા વરસાદ ની સંભાવનાઓ છે. આ વર્ષે કેરળ માં પણ ચોમાસુ વહેલા શરુ થવાની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. અને આંદામનાં નિકોબાર સુધી ચોમાસુ પહોંચી ગયેલું જોવા મળે છે.

ભારત માં સૌથી પહેલા કેરળ રાજ્ય માંથી ચોમાસા ની શરૂઆત થાય છે. અને ત્યારબાદ ભારત ના અન્ય રાજ્યો માં ચોમાસા ની શરૂઆત થાય છે. હવામાન વિભાગ ની આગાહી ને જોઈ ને ગુજરાત ના લોકો માં હવે ખુશી નો માહોલ જોવા મળી રહ્યો છે. લોકો વરસાદ ની રાહ જોઈ બેઠી રહ્યા છે જે થી આ આગ વરસાવતી ગરમી માં લોકો ને રાહત મળી રહે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *