India

37-વર્ષીય પરિણીત યુવાને 70-વર્ષીય વૃદ્ધા સાથે કર્યા બીજા લગ્ન. કારણ જાણશે તો ચોંકી ઉઠશે, જુઓ ખાસ તસવીરો.

Spread the love

આપણા સમાજમાંથી એવા એવા કિસ્સાઓ સામે આવતા હોય છે કે જેને જાણીને આપણે ચોકી ઉઠતા હોઈએ. આજકાલના યુવાનોમાં ખાસ તો એકબીજા પ્રત્યે આકર્ષણ ખૂબ જ જોવા મળે છે. એટલે કે યુવક યુવતી માં એટલું બધું આકર્ષણ થઈ જતું હોય છે કે આખરે તે લોકો નો પ્રેમ સંબંધ લગ્નમાં પણ પરિણમતો હોય છે. પરંતુ ક્યારેક એવા કિસ્સા સામે આવતા હોય છે કે પરિવાર ના વિરોધને કારણે એકબીજા સાથે લગ્ન કરી શકતા હોતા નથી.

પરંતુ પાકિસ્તાન દેશમાંથી એક એવો કિસ્સો સામે આવ્યો છે કે, એક યુવાન ને પોતાની નાનપણ નો પ્રેમ 37 વર્ષની ઉંમરે મળ્યો. આ યુવાનની ઉંમર 37 વર્ષ છે. અને તેને તેનો નાનપણ નો પ્રેમ કે જેની સાથે તેને હાલમાં લગ્ન કર્યા તે મહિલાની ઉંમર 70 વર્ષની છે. જ્યારે યુવાન આ મહિલાના પ્રેમમાં હતો ત્યારે બંને વચ્ચે ઉંમરનો ઘણો તફાવત હોવાને લીધે યુવાનના ઘરેવાળા એ આ લગ્ન કરવાની મનાઈ કરી હતી. ત્યારબાદ તે યુવાને અન્ય યુવતી સાથે લગ્ન કર્યા. અને પ્રથમ યુવતીથી આ યુવાનને હાલ છ બાળકો છે.

ત્યારબાદ યુવાને હાલમાં ફરીથી લગ્ન કર્યા છે. આ ઘટના પાકિસ્તાનના ઇસ્લામાબાદ થી સામે આવી છે. જેમાં 37 વર્ષના યુવાને 70 વર્ષની મહિલા સાથે લગ્ન કર્યા. 70 વર્ષની મહિલા અપરિણીત છે. જ્યારે 37 વર્ષનો યુવાન પરિણીત છે. આ યુવાન ને પ્રથમ પત્નીથી છ બાળકો છે. આ 37 વર્ષીય યુવાનનું નામ ઈખ્તીયાર છે. જાણવા મળ્યું કે આ પ્રેમ તેમના કિશોર અવસ્થા દરમિયાન નો છે. કે જે તેને આજે મળ્યો. ઈખ્તીયાર જ્યારે કિશોર અવસ્થામાં હતો ત્યારે આ મહિલાની ઉંમર 45 થી 48 વર્ષની વચ્ચે હતી. પરંતુ તે સમયે ઉંમરના તફાવતને કારણે તેમના સંબંધનો મેળ બેસી શક્યો ન હતો.

આથી ઘર ના લોકો ના કહ્યા પ્રમાણે અન્ય યુવતી સાથે લગ્ન કર્યા. હવે ઘણા વર્ષો પછી બંને યુગલો ભેગા થયા. અને હવે લગ્નના બંધનમાં બંધાવવા જઈ રહ્યા છે. આ લગ્ન માટે ઈખ્તીયાર ની પ્રથમ પત્નીએ પણ મંજૂરી આપી છે. અને પતિના લગ્ન બીજી પત્ની સાથે પ્રેમથી કરાવ્યા. આ સાથે ઈખ્તીયાર ના બાળકો પણ લગ્નને સમર્થન આપી રહ્યા છે. આ આખી ઘટનાના ફોટોસ પાકિસ્તાનના સોશિયલ મીડિયા પર ખૂબ જ મોટા પ્રમાણમાં વાયરલ થઈ રહ્યા છે. ઘણા લોકો આ લગ્નનો વિરોધ કરી રહ્યા છે તો ઘણા લોકો આ લગ્નને સ્વીકારી પણ રહ્યા છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *