India

ત્રણ બાળકો ની 40-વર્ષ ની માતા એ 32-વર્ષ ના પ્રેમી સાથે પાડ્યા પ્રભુતા માં પગલાં મજૂરી કામ કરતા પતિ ને ખબર પડી તો,

Spread the love

આપણા સમાજમાં ક્યારે કોને કોની સાથે પ્રેમ થઈ જાય તે નક્કી જ હોતું નથી. ક્યારેક લગ્ન કરેલ મહિલાઓ અથવા તો લગ્ન કરેલ પુરુષો નાની ઉંમરના યુવક અથવા યુવતીઓ સાથે પ્રેમ સંબંધ ધરાવતા હોય છે. એવી જ એક ઘટના હાલ બચવાડા માંથી સામે આવી છે. જેમાં 40 વર્ષની મહિલા કે જેને બે પુત્રી અને એક પુત્ર છે. જેનો પતિ દિલ્હીમાં મજૂરી કામ કરે છે. આ મહિલાને 32 વર્ષના મહેશકુમાર વ્યક્તિ સાથે પ્રેમ હતો જે બાદ બંને લગ્ન કરી લીધા હતા.

વધુ વિગતે વાત કરીએ તો આ મહિલાનો પતિ દિલ્હીમાં મજૂરી કામ કરે છે. મહિલા તેના બાળકો સાથે ગામમાં રહે છે. જાણવા મળ્યું કે એક રાત્રીએ તેનો પ્રેમી મહેશકુમાર તેને મળવા આવ્યો હતો. આ સમયે ગામના લોકોએ બંનેને પકડી લીધા અને ઘરમાં જ બંધ કરી દીધા હતા. ત્યારબાદ પંચાયતના વડા રાજીવ ચૌધરી, સભ્ય પ્રમોદ શાહ, પંચ અર્જુન પંડિત અને મહિલાના પરિવારે મહિલાના પતિ સુખદેવ સાહને મોબાઈલ દ્વારા જાણ કરી તો તેના પતિ કે જે દિલ્હીમાં મજૂરી કામ કરે છે તેણે કહ્યું કે,

જો તેની પત્ની તેના પ્રેમી સાથે રહેવા માંગતી હોય તો તેને કોઈ વાંધો નથી તેની ખુશીમાં હું ખુશ છું. આ પછી મહિલાએ તેના પ્રેમી સાથે મંદિરમાં જઈને લગ્ન કરી લીધા હતા. લગ્ન બાદ નવદંપતી આશીર્વાદ લેવા ફતેહામાં ગામમાં આવ્યા હતા. મહિલાનો પ્રેમી બેગુસરાઈના એક ટેસ્ટ હાઉસમાં લેબ ટેકનિશિયન નું કામ કરે છે.

આવી વાત ગામના લોકોમાં આગની જેમ ફેલાઈ ગઈ હતી અને ગામના લોકો આ બંને નવદંપતી ને જોવા ભારે સંખ્યામાં ઉમટી પડ્યા હતા. નવદંપતીએ ગામના લોકોની હાજરીમાં અને પોતાની ઈચ્છાથી પ્રભુતામાં પગલાં પાડ્યા હતા. આમ આવો કિસ્સો સામે આવતા લોકો અવનવી પ્રતિક્રિયાઓ કરી રહ્યા છે. કેટલાક લોકો આ કિસ્સાને સખત શબ્દોમાં વખોડી પણ રહ્યા છે કે જેની સમાજ ઉપર ખૂબ ખોટી અસર પણ પડતી હોઈ છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *