India

આ વ્યક્તિ બળદ ગાડું લઈ ને ટોલનાકા પર આવ્યો શું વ્યક્તિ એ ટોલ ચુકવ્યો હશે? જે થયું તે, જુઓ વિડીયો.

Spread the love

આપણા ભારત દેશમાં એક જમાનો એવો હતો કે જ્યારે રોડ રસ્તાઓ ઉપર મોટા મોટા વાહનોની જગ્યાએ બળદગાડા અને ઘોડા ગાડી થી એક જગ્યાએથી બીજી જગ્યાએ લોકો જતા હતા અને રાજા મહારાજાઓ પણ ખાસ કરીને ઘોડાઓ દ્વારા જ સવારી કરતા હતા પરંતુ આજના જમાનામાં ઘોડાગાડી અને બળદગાડા તો ભાગ્યે જ જોવા મળતા હોય છે.

ખાસ કરીને બળદ ગાડાની વાત કરીએ તો તે ગામડામાં વધુ પ્રમાણમાં હજુ પણ જોવા મળતા હોય છે. આપણે સૌ લોકો જાણીએ છીએ તેમ જ્યારે આપણે હાઇવે ઉપર મુસાફરી કરતા હોઈએ ત્યારે થોડાક થોડાક અંતરે ટોલનાકા આવતા હોય છે જેના પર લોકોને ટોલ ચૂકવવો પડતો હોય છે પરંતુ તમે ક્યારેય ટોલ નાકા ઉપર કોઈ બળદ ગાડાને પસાર થતું જોયું છે? જો ન જોયું હોય તો ચાલો આજે અમે તમને બતાવીએ.

આ વિડીયો હાલ વાયરલ થઈ રહ્યો છે જેમાં જોવા મળે છે કે એક બળદ ગાડું લઈને જતો વ્યક્તિ ટોલનાકા ઉપર આવી પહોંચે છે. ટોલનાકા ઉપર જોઈ શકાય છે કે મોટા મોટા ટ્રકોની ખૂબ લાંબી કતાર જોવા મળે છે. એવામાં વ્યક્તિ જ્યારે ટોલનાકા ઉપર આવે છે ત્યારે ગેટ બંધ હોય છે. ટોલનાકાવાળા કર્મચારી બળદ ગાડાને જોઈને ઘડીક હસવા લાગે છે અને ત્યારબાદ ગેટ ખોલી નાખે છે એટલે કે બળદગાડા પાસેથી કોઈપણ જાતનો ટેક્સ વસૂલ કરવામાં આવતો નથી.

ત્યાં ઉભેલા લોકો પણ આ જોઈને હસવા લાગે છે. ટ્રક ચાલકો આ બળદગાડીને જોઈને તાળીઓ પાડવા લાગે છે. આ વિડીયો હાલ સોશિયલ મીડિયા ઉપર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે અને લોકોને આવો મનોરંજનથી ભરપૂર વિડીયો ભાગ્યે જ જોવા મળતો હોય છે. આ વિડીયો અત્યાર સુધીમાં હજારો લોકો જોઈ ચૂક્યા છે અને અવનવી પ્રતિક્રિયાઓ કરી રહ્યા છે. આજના જમાનામાં બળદ ગાડું હાઇવે ઉપર તો ભાગ્યે જ જોવા મળતું હોય છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *