રેલવે સ્ટેશન પર થી 7-મહિના નું બાળક ચોરાયું તે એક ભાજપ કોર્પોરેટ મહિલા ના ઘરે થી મળ્યું આવતા હડકંપ..જાણો શું છે ઘટના.
આપણા સમાજમાંથી અનેકવાર એવી ઘટના સામે આવતી હોય છે. કે જેમાં ક્યારેક લોકો રેલવે સ્ટેશન અથવા તો બસ સ્ટેશન ઉપર આરામ કરી રહેલા મુસાફરોની પાસે જો કોઈ નાનું એક થી બે વર્ષનું બાળક હોય તો તેને ચોરી કરી લેતા હોય છે. અને તેને મોટી કિંમતમાં વહેંચતા હોય છે. એવી ચેક ઘટના મથુરા રેલ્વે સ્ટેશન થી સામે આવી છે. જેમાં 24 ઓગસ્ટના રોજ સાત મહિનાના બાળકની ચોરી થઈ હતી. મથુરા રેલવે સ્ટેશન પર રાત્રેના સમયે સૂઈ રહેલી માતાની બાજુમાં પોતાનું સાત મહિનાનું બાળક ઊંઘી રહ્યો હતો.
અને માતા પણ ઊંઘી રહી હતી. તે સમયે એક વ્યક્તિ આવ્યો તેને માતાનો હાથ ચેક કર્યો કે તે ઊંઘી રહે છે કે જાગે છે. તેને લાગ્યું કે માતા ઊંઘે છે આથી તેને થોડી જ મિનિટોમાં બાળકને ઉઠાવી લઈ ગયો. અને ત્યારબાદ તે બાળકને એક ડોક્ટર દંપતી પાસે મૂકી આવ્યો. આ ડોક્ટર દંપતી એવા દંપતિ હતા કે જે બાળકોને લે-વેચનો ધંધો કરતા હતા. એટલે કે જે લોકોને બાળકો ન થતા હોય તે લોકોને આવા ચોરીના બાળકો વહેંચતા હતા. અને લાખો કરોડોની કમાણી કરતા હતા.
આ બાબતે મોટો ઘટસ્પોટ એ થયો હતો કે જ્યારે આ બાળક એક ભાજપના મહિલા કોર્પોરેટના ઘરેથી મળી આવ્યું હતું. આ ભાજપના મહિલા કોર્પોરેટ વિનીતા અગ્રવાલ અને તેના પતિ પૂર્વ સભાસદ કૃષ્ણ મુરારી અગ્રવાલ એ બાળકને એક ડોક્ટર દંપતી પાસેથી ખરીદ્યું હતું. અને આ બાબતે તેણે 1.80 લાખ રૂપિયા આપ્યા હતા. આ બાબતે પોલીસને જાણ થતા રેલવે પોલીસે છ દિવસમાં 200 cctv કેમેરા ચેક કર્યા. અને લગભગ છ દિવસમાં 800 કિલોમીટરનો પ્રવાસ કર્યો. જે બાદ અનેક જગ્યાએ રેડ પાડવામાં આવી હતી. ત્યારબાદ પોલીસને જાણવા મળ્યું કે ડોક્ટર પ્રેમ બિહારી અને તેમની પત્ની ડોક્ટર દયાવતી કે જે બાળકની લે વેચના ધંધા સાથે સંકળાયેલા છે તે લોકોએ ડોક્ટર પાસે જઈ તપાસ કરતા દંપતી આખરે ભાંગી પડ્યું.
અને તેને કહ્યું કે તે લોકો એક ચોરી કરતાં બાળકોની ગેંગ ધરાવે છે. અને આવી રીતના બાળકોની ચોરી કરે છે. ત્યારબાદ પોલીસ તપાસ કરતી કરતી ભાજપના મહિલા કોર્પોરેટ વિનીતા અગ્રવાલ ના ઘરે પહોંચે હતી. જ્યાં તેને બાળક ચોરાયેલું હતું તે તેના ઘરેથી મળી આવ્યું હતું. આ બાબતે પોલીસે આઠ લોકોની ધરપકડ કરી હતી.
જેમાં ડોક્ટર પ્રેમ બિહારી, તેની પત્ની ડોક્ટર દયામતી, બાળક ચોરના દિલીપકુમાર શર્મા, પૂનમ મનજીતસિંહ, વિમલેશ અને ભાજપના કોર્પોરેટ મહિલા અને તેના પતિની પણ ધરપકડ કરવામાં આવી હતી. આ કોર્પોરેટ દંપતિએ તેનો બચાવ કરતા કહ્યું કે તે લોકો ને ખ્યાલ ન હતો કે તે આ બાળક ચોરીનું ખરીદી રહ્યા છે. આમ આખી ઘટના સામે આવી હતી.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજરાત નો આવાજ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજરાત નો આવાજ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!